
ધૂમ સ્ટાઇલથી કાર ચલાવી કારના બોનેટ ઉપર બેસી સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ કરનાર ને પકડી પાડતી પોરબંદર પોલીસ

પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામા ધૂમ સ્ટાઇલ વાહન ચલાવતા ઇસમોને પકડી પાડવા તેમજ સોશ્યલ મીડીયા માં વીડીયો વાયરલ કરનાર ઈસમ ને પકડી પાડવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલ.સી.બી. ની ટીમ હોળી-ધુળેટીના પર્વ સબબ પોરબંદર શહેર વિસ્તારમાં વાહનચેકીંગ/પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન આરોપી ચેતન ગગુભાઇ પરમાર ઉ.વ-૧૯ રહે, મેમણવાડા ઓડેદરા ફ્લોર્મીલ પોરબંદર વાળાએ પોતાના કબ્જાના હવાલાવાળી એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર જેના રજી.નંબર GJ-25-J-5751ની કિ.રૂા.૩,૫૦,૦૦૦/-વાળી મારંમાર પુરઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવી તેમજ સદર કારનુ ચેકીંગ દરમ્યાન કારની ડેકી માંથી એક લોખંડનો પાઈપ મળી આવતા જિલ્લા મેજી.સા.પોરબંદરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાંથી મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ગુન્હા રજીસ્ટર કરાવેલ છે….
