ABOUT US
સત્ય અહિંસા અને પ્રેમ નું નગર પુરાણ પ્રસિદ્ધ પોરબંદર …
પવિત્ર યાત્રાધામ સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલો પોરબંદર જિલ્લો યાત્રિકો માટે હંમેશા શ્રીકૃષ્ણ સુદામાજીની તપોભૂમિ તથા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને માધવપુર જેવા ઐતિહાસિક ધાર્મિક સ્થળોને લઈ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે ત્રણ તાલુકાનો નાનો પણ સમૃદ્ધ સમુદ્ર તટ ધરાવતો પોરબંદર જિલ્લો ખમીરવંતી શૌર્યવાન છતાં સાદાય અને નીતિવાન જીવન માટે સુપ્રસિદ્ધ એવા મહેર સમાજ ઉપરાંત ખારવા સહિત અનેક જ્ઞાતિ ની મુખ્ય વસ્તી ધરાવતા આ જિલ્લાનું લોકજીવન ભાતીગળ છે રાજ્યમાં આજે જોવા મળતી રહેણી કરણી મુજબ આ જિલ્લાના લોકો વાડી વિસ્તારમાં જ વસવાટ કરવાનું પસંદ કરે છે જે અહીંની વિશિષ્ટતા છે પોરબંદર જિલ્લામાં અનેક વિશિષ્ટતા રહેલી છે અને ઐતિહાસિક લોક સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આવું મહત્વ ધરાવે છે આ તમામ ક્ષેત્રે રહેલી વિશિષ્ટ માહિતીઓ 2009 થી શરૂ થયેલ પોરબંદર સમાચાર નામના સોશિયલ મીડિયામાં એક Facebook પેજથી શરૂ થઈ હતી જેમાં આજે 68000 થી વધારે ફોલોવર્સ છે અને અન્ય પેજમાં પણ 20,000 થી ઉપર ફોલોવર્સ છે આ ઉપરાંત YouTube ચેનલમાં પણ અનેક સબસ્ક્રાઈબર સાથે જોડાયેલ છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર નવા રંગ રૂપ સાથે હવે આપ તમામ માહિતી જાણી શકશો જે આ વેબસાઈટ પરથી મળી રહેશે પોરબંદર મારે ત્યાં તમામ લોકો તથા દેશ-વિદેશ માં વસતા પોરબંદર વાસી પાસે પોરબંદરની વિશેષ માહિતી ઉપલબ્ધ થાય તેવો અમારો પ્રયત્ન રહેશે જેના દિલમાં પોરબંદર રહેલું છે તેને પ્રેમનું નગર પોરબંદર હંમેશા યાદ રહેશે અને આ યાદગાર પળો જ જીવનની મુસાફરીમાં સંગ્રાહાયેલ સંભારણું બની રહેશે આ ઉપરાંત પોરબંદરમાં જન્મેલા અને હાલ પોરબંદરમાં સફળ થયેલા તથા પોરબંદરને ખ્યાત નામ અને સુપ્રસિદ્ધ બનાવનાર પોરબંદરના લોકો વિશેની વિશેષ માહિતી આપ સુધી લાવવાનો અમારો પ્રયત્ન રહેશે
જોડાયેલા રહો www.porbandarsamachar.com સાથે.
નિમેષ ગોંડલીયા
ચીફ એડિટર
www.porbandarsamachar.com