જેમની પાસે આવડત, હોશિયારી, અને કુશળતા હશે તે વ્યક્તિ દુનિયામાં રાજ કરશે : અર્જુનભાઈ મોઢવાડીયા

પોરબંદર માં તાલુકા કોળી સમાજ દ્વવારા તેજસ્વી છાંત્રો નો સન્માન સમારોહ સઁમ્પ્ન્ન :400 જેટલાં છાંત્રો ને મેડલ, પ્રમાણ પત્ર, અને રોકડ પુરુસ્કાર એના યત કરાયા, યુપી એસ સી અને જી પી એસ સી સ્પર્ધાત્મક પરીક્ષા ના પ્રદર્શન ને ખુલ્લું મુકાયું છાંત્રો એ પ્રદર્શન નિહાળી અભિભુત થયા પોરબંદર : જિલ્લા ના સમસ્ત કોળી સમાજના વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં 400 જેટલાં છાંત્રો નુ મહાનુભાવો ના હસ્તે સત્કાર કરાયો હતો. છેલ્લા બે દાયકાઓ થી સામાજિક, શૈ ક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રે જિલ્લા માં અનોખું સ્થાન ધરાવતા પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજકર્મચારી મંડળ ના ઉપક્રમે તાજેતર માં પોરબંદર ના ઝૂરીબાગ ખાતે આવેલ પોરબંદર સમસ્ત સોરઠીયા રબારી સમાજ વિદ્યા ર્થી ભવન ખાતે જિલ્લા નાસમસ્ત કોળી સમાજના મેધાવી છાંત્રો નો 21મોં સત્કાર સમારોહ અનેરા ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો પ્રારભ માં પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મ ચારી મંડળ ના સેવા કર્મી પ્રમુખ શ્રી નારણભાઇ બામણીયા એ મંડળની છેલ્લા બે દાયકાઓની શિક્ષણ સમાજ, અધ્યા ત્મ અને સેવા ક્ષેત્રે ની વિકાસ ગાથા વર્ણવી ઉપસ્થિત મહા નુ ભાવોને શબ્દ કુમકુમ દ્વારા મીઠો આવકાર આપ્યો હતો, ઘેડ પંથક ના કોળી સમાજના યુવા પ્રમુખ અને પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ શ્રી રામભાઈ બગીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જિલ્લા ના છાંત્રો ના 21માં પ્રતિભા સન્માન સમારોહ નુ મંગળ દીપ પ્રગટાવી ને પોરબંદર કોળી સમાજ ના દાતા આકાશ કેબલ ના માલિક અને પૂર્વ કાઉન્સિલર શ્રી ભરત ભાઈ નટુ ભાઈ બામણીયા એ મંગળ દીપ પ્રગટાવી ખુલો મૂકી ને સમાજના પ્રતીભા વંત છાંત્રો બિરદાવી ભાવિ ઉજ્જવળ કારકિર્દી ની અભિનંદન સાથ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વર લાલ ભરડા, પોરબંદર ની સરકારી ભાવ સિંહજી હોસ્પીટલ ના સિવિલ સર્જન ડો, યોગેશ ભાઈ વાજા, પોરબંદર મહિલા તબીબી ડો માલતી બેન બામણીયા કાઉન્સિલર કાંતિ ભાઈ કા ણ કિયા, ધર્મેશ ભાઈ પરમાર જ્યુબેલી કોળી સેવા સમાજના પ્રમુખ ભરત ભાઈ રાઠોડ, રેલવે સ્ટેશન ભીમ નાથ મહાદેવ મંદિર અન્નક્ષેત્ર ના સેવા કર્મી તુળશીભાઈ મકવાણા તલપદા કોળી સમાજના પૂર્વ પ્રમુખ ભુપત ભાઈ ડાભી, ઉપ પ્રમુખ શ્રી ભીખુ ભાઈ પરમાર, કોળી સમાજના આગેવાન અશોક ભાઈ ભીખુ સોલન્કી, કિશોર ભાઈ લાલજી ભાઈ બામણીયા, વાલજી ભાઈ નાથા ભાઈ સોલન્કીડો માલતી બેન બામણીયા,મહિલા અગ્રણી નીલા બેન કરગટિયા, તાલુકા યુવક મંડળ ના પ્રમુખ શ્રી કાંતિભાઈ કરગ ટિયા સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોરબંદરપોરબંદર રાજીવ લીલા વતી ચેરિટેબલ ફાઉન્ડેશન આયોજિત યુ, પી, એસ, સી, અને જી, પી, એસ, સી તેમજ બેન્ક, રેલવે વન વિભાગ, પોલી સ ડિપાર્ટમેન્ટ, અને ગૌણ સેવા પસઁદગી સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તકો ના પ્રદર્શન નુ રીબીન છોડીને પોરબંદર ના ધારા સભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા ના હસ્તે ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે પોરબંદર ના ધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ રાજ્ય સરકારની કન્યા કેળવણી ની વિવિધ યોજના ઓ નો ઉલ્લેખ કરી જણાવ્યું હતુંકે દીકરા દીકરીના ભેદ્દ દુરકરી દીકરીઓને ભણાવજો આજનો યુગમાં જેમની પાસે આવડત, હોશિયારી અને કુશળતા હશે તે વ્યક્તિ દુનિયા માં રાજ કરશે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે છત્રોએ પોતાનું ધ્યેય નક્કી કરીને પોતાની કુશળતા થી સ્પર્ધાત્મક પરીક્ષા ઓમાં સારા દેખાવ કરવાની અભિલાષા સેવી હતી આ પ્રસંગેક રાજ્યનાપૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા એ કોળી સમાજ ની સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષનીપ્રવૃર્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા પોરબંદર, જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી રામભાઈ બગીયા એ જણાવ્યું હતુંકે, ગુજરાત રાજ્ય કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રાજુભાઈ વંશ ના સબલ નેતૃત્વ માં પોરબંદર જિલ્લા સહીત 33 જિલ્લાઓમાં અને રાજ્યના પ્રત્યેક તાલુકા ઓ માં કર્મચારી મંડળ ની રચના કરવા માં આવી છે આ મંડળના માધ્યમ થી સામાજિક, આધ્યાત્મિક,શૈક્ષણિક, અને સેવાકીય પ્રવૃર્તિ હાથ ધરાશે તેમણે છત્રોને ઉચ્ચ ધ્યેય રાખી યુ પી, એસ, સી અને જી. પી. એસ. સી સ્પર્ધાત્મક પરીક્ષા ની અભ્યાસ સાથે કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા એ રાગ -દ્વેષ બાજુએ મૂકી ને સામુહિક પ્રયાસ થકી શિક્ષણ ને ઉજાગર કરવા દ્રઢ હિમાંયત કરી હતી પોરબંદર ના હાઉશિંગ – લક્ષ્મી નગર ના કાઉન્સિલર કાંતિભાઈ કાણ કિયા, સોરઠીયા રબારી સેવા સમાજના પ્રમુખ શ્રી દેવા ભાઈ મુસાર અને વંડીના સેવા કર્મી શ્રી પ્રવીણભાઈ પાઘડાર એ ભવિષ્ય ના ઉજ્જવળ શિક્ષણ ની શુભેચ્છા પાઠવી હતી સન્માન સમારોહ માં જિલ્લા ના કોળી સમાજના ધોરણ -10-12,સ્નાતક, અનુ સ્નાતક,પી. એચ ડી, સંગીત, ચિત્ર કળા, યોગ, રમત -ગમત, સાહિત્ય, સેવા, ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર 400 જેટલાં છાંત્રો ને પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ અને જાણીતા દાતા નારણભાઇ બામણીયા ના પિતા સ્વ પુંજા ભાઈ ની સ્મૃતિમા ચાંદીના મેડલ તેમજ કોળી સમાજ શ્રેષ્ઠિ નટુભાઈ કાનજી ભાઈ બામણીયા તથા સ્વ જયશ્રી બેન નટુ ભાઈ બામણીયા ની સ્મૃતિમા જનરલ નોલેજ ની બુક આકાશ કેબલના માલિક, તેઓના પુત્ર અને પૂર્વ કાઉન્સિલર શ્રી ભરત ભાઈ બામણીયા પરિવાર દ્વવારા તેમજ પ્રમાણ પત્ર અનાયત કરી સન્માનિત કરાયા હતા આ સન્માન સમારોહ માં જ્યુબેલી કોળી સેવા સમાજના પ્રમુખ ભ રત ભાઈ રાઠોડ, જ્યુબેલી વંડીના સમાજ શ્રેષ્ઠિ મહેશભાઈ ભુવા અગ્રણી નવઘણભાઈ સાગરકા, પ્રદીપ ભાઈ બામણીયા, રાજશીભાઈ બગીયા, સમાજના મોભી વાલજી ભાઈ નાથા ભાઈ સોલન્કી, અશોક ભાઈ ભીખુ ભાઈ સોલન્કી કિશોર ભાઈ લાલજી બામણીયા, હરિભાઈ વાઢિયા, વિશાલ ભાઈ કરગટિયા, લખમણ ભાઈ બામણીયા, શ્રી દુદા ભાઈ મોકરીયા સહીત જિલ્લા ભરમાંથી કોળી સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા પોરબંદર ઝૂરીબાગ કોળી સેવા સમાજના પ્રમુખ વલ્લભ ભાઈ બામણીયા તથા કોળી સેવા યુવા મંડળ ના પ્રમુખ શ્રી ભરત ભાઈ સોલન્કી ના માર્ગ દર્શન હેઠળશ્રી શૈલેષભાઇ બામણીયા જય ભાઈ સોલન્કી, અરજન ભાઈ આંત્રોલીયા, રમેશ ભાઈ સોલન્કી હરીશભાઈ બામણીયા હરીશભાઈ સોલન્કી લલિત ભાઈ સોલન્કી સહીત ના સેવા કર્મી ભાઈ બહેનો એ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને દીપાવ્યો હતો

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!