બરડા અભયારણય વિસ્તારમા દેશી દારૂ હજુ ધમ ધમે છે!

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ તથા એ.સી.એફ. રાજલબેન પાઠક ના માર્ગદર્શન હેઠળ તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ પોરબંદર વન વિભાગ અને દેવભુમી દ્રારકા ભાણવડ પોલીસ નો સ્ટાફ સંયુકત પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ભાણવડ રેન્જની પાછતર રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલની અંદરની ધ્રામણી બીટમાં ખોડીયર ઝર ખોડીયાર મંદિર થી આશરે ૧૦૦ મીટર દક્ષીણ દિશા ખાતેથી દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવેલ હતી. આ બનાવ સ્થળની આજુ બાજુના ઝાડના સરપણ પણ કાપવામાં આવેલ હતા. સ્થળ પરથી આથો ૧૨૦૦ લીટર, ભરેલ પ્લાસ્ટીકના બેરલ નંગ-૨, પતરાના બેરલ નંગ-૪ નો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. જેની અંદાજીત કિમંત રૂા. ૩૦,૦૦૦/- છે. આરોપીઓ સ્થળ પરથી નાશી ગયેલ હતા જેની શોધખોળ શરૂ છે. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પરંતુ વર્ષો થી બરડા માં દેશી દારૂ ના અડ્ડા ચલાવાય છે છતાં પોલીસ ની દરેક રેડ માં આરોપીઓ નાસી જ જાય છે તો કોઈ મેગા ઓપરેશન કેમ નથી ચલાવતું તેને લઇ ને અનેક સવાલો લોક માનસ માં પણ ઉઠી રહ્યા છે.
