પર્યાવરણ સંરક્ષણ – ” એક પેડ માઁ કે નામ “શાળાના શિક્ષિકા દ્વારા ૧૦૧ છોડનું વિદ્યાર્થીઓને વિતરણ.

શ્રી પે સેન્ટર કુમાર શાળા છાયા પોરબંદરમાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા  દર્શનાબેન પ્રમોદભાઈ માવદિયા શિક્ષણની સાથે સાથે અનેક સેવાકિય સંસ્થાઓમાં પોતાની સેવા આપે છે તથા પર્યાવરણ ક્ષેત્રે બહુમૂલ્ય કામગીરી કરે છે.

ગાંધીનગર મુકામે પર્યાવરણ ક્ષેત્રે કરેલ બહુમૂલ્ય કામગીરી બદલ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 માનનીય શ્રી પુલકિત જોશી સાહેબના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો છે.

આ એવોર્ડ મેળવ્યા બાદ પર્યાવરણ બચાવવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે અનેકવાર વૃક્ષારોપણ જુદી જુદી સંસ્થાઓ સાથે કર્યું છે.”એક પેડ માઁ કે નામ” અંતર્ગત પોતાનીજ શાળાના બાળકો કે જેઓ ઘરે છોડ વાવી શકે તેવા ૧૦૧ વિદ્યાર્થીઓને આરોગ્ય હિતકારી ૧૦૧ છોડ તારીખ ૨૪/૦૭/૨૦૨૫ નાં હરિયાળી અમાસ (દિવાસા) ના પાવન દિવસે વિતરણ કર્યા.

દરેક બાળકને છોડ સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે દરેક બાળક આ છોડને કુંડા કે ક્યારામાં રોપીને પોતાની માતાનું નામ આપીને પોતાની માતા પ્રત્યે જેટલી લાગણી હોય તેટલી જ લાગણી છોડ પ્રત્યે રાખીને તેનું જતન કરીને ઉછેરશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!