પોરબંદરમાં સફારી ગાડીમાં અપહરણ બાદ દુષ્કર્મ: ચાર આરોપી સામે POCSO અને BNS હેઠળ ગુનો નોંધાયો

તા. 24 જૂલાઈ 2025 પોરબંદર
પોરબંદર ના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં આજ રોજ એક ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં સગીરવયની બાળકી સાથે દુષ્કર્મ થયાની હકીકત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી (1) જયરાજ દિલીપભાઈ શુંડાવદરા, (2) મલ્હાર, (3) રાજ અને (4) કાળી કલરની ફોરવીલ ગાડીના અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા POCSO (Protection of Children from Sexual Offences) અધિનિયમ હેઠળ વિવિધ કલમોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, તારીખ 22-07-2025 ના રોજ રાત્રિના લગભગ 12:30 કલાકે આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા એ સગીરા ભોગ બનનારાને લલચાવી નાસ્તા માટે ઘરે બોલાવી સફારી ગાડીમાં બેસાડી. ત્યારબાદ આરોપી જયરાજ ,મલ્હાર અને રાજે ભોગ બનનાર સગીરાને કેફી પીણું પીવડાવ્યું અને વૃંદાવન પાર્ટી પ્લોટ લઈ ગયા હતા, જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ત્યાર પછી ભોગ બનનારને ચોપાટી ખાતે લઈ જવામાં આવી હતી , જ્યાં આરોપીઓએ કાળા કલરની બીજી ગાડીમાં અન્ય અજાણ્યા ઈસમ સાથે લઈ જઈને લીંબુ પાણી પીવડાવ્યું અને ફરી ચોપાટી પર લાવ્યા હતા ત્યારબાદ સવારે આસરે 4:30 વાગ્યે ભોગ બનનાર સગીરાને ઘેર છોડવામાં આવી હતી.
આ ગંભીર ગુનાની તપાસ હાલ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. ચૌધરીના ચાર્જ હેઠળ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહી છે.
વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
