ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા WMO પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત
આ પ્રતિનિધિમંડળમાં સામેલ પ્રમુખ હસીન અઘાડી, એહસાન ગાડાવાલા, કદીર મેમણ, અને ફારૂકભાઈ સૂર્યા, રિયાઝ તેલી, સહિત નું મેમણ જમાત ના પ્રમુખ અને સીટી ચેરમેન હનીફ રાયતા દ્વારા સન્માન કરવામાં આવ્યું. ભાવનગર મેમણ મોટી જમાત દ્વારા તેમને મોમેન્ટો અર્પણ કરી તેમની સમાજસેવા અને વૈશ્વિક મેમણ સમાજ માટેના યોગદાનની કદર વ્યક્ત કરવામાં આવી.
આ પ્રસંગે WMO અને સ્થાનિક જમાત વચ્ચે સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Please follow and like us:
CATEGORIES Porbandar
