એમ. કે. ગાંધી સ્કૂલ માં ABVP ની તાળા બંધી નો પ્રયાસ ABVPના એક ડઝનથી વધારે કાર્યકર્તાઓની અટકાયત
આજ રોજ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર અને વાલીઓ દ્વારા પૂરતા શિક્ષકો આપવા બાબતે એમ. કે. ગાંધી સ્કૂલની તાળા બંધી કરવા માટે પોહચ્યા હતા. ત્યારે સ્થાન પર પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ સ્થાન પર દોળી આવ્યા હતા
વિધાર્થી પરિષદ દ્વારા શિક્ષણ અધિકારીને આ સમસ્યાના નિવારણ માટે 5થી વધારે રસ્તાઓ આપ્યા હતા જેમાં શિક્ષણ અધિકારી દ્વારા 7 દિવસમાં સમસ્યા નિવારણની ખાતરી આપી હતી સાથે પોલીસ દ્વારા ABVPનાં એક ડઝનથી વધારે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
ABVP જુનાગઢ વિભાગ સંયોજક લખન ભાઈ જાડેજા દ્વારા સમસ્યા નિવારણ સુધી આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
ABVP ગુજરાત પ્રાંત સહ મંત્રી નેહલ બેન થાનકી દ્વારા જણાવાયું કે ABVP વિદ્યાર્થીઓ હિતમાં છેલ્લે સુધી વાલીઓ સાથે છે શિક્ષકોની 10 દિવસમાં યોગ્ય વ્યવસ્થા નહિ થાય તો વિદ્યાર્થી પરિષદ સમાજની મદદ થી યોગ્ય વ્યવસ્થાઓ કરાવશે.
રાજ્ય સરકારનાં પ્રવાસી શિક્ષક છૂટા કરવાના આદેશ થતા રાજ્યના ચાર હજારથી વધુ પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવ્યા છે જે આદેશને પગલે પોરબંદરના પ્રવાસી શિક્ષકો પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.
જ્ઞાન સહાયકોની ભરતી થઈ જતા હવે પ્રવાસી શિક્ષકોને પડતા મુકાયા છે પરંતુ પોરબંદરની એકમાત્ર સરકારી ઇંગ્લીશ મીડીયમ શાળાના વિદ્યાર્થીઓનો ભવિષ્ય જોખમમાં મુકાયું છે કારણ કે એમ કે ગાંધી શાળા જે પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં આવેલી છે આ શાળા ઇંગ્લીશ મીડીયમ છે અને પોરબંદરની એકમાત્ર સરકારી ઇંગ્લીશ મીડીયમ શાળા છે ત્યાં હાલ 1178 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ પ્રવાસી શિક્ષકોના છૂટા કરી દેવાના આદેશને પગલે શાળા બાળકોનુ ભવિષ્ય જોખમમાં મુકાયુ છે.
હવે આ એમ.કે. ગાંધી શાળામાં આચાર્ય સહિત સાત શિક્ષકો જ બચ્યા છે એટલે કે 26 પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે પોરબંદરની એમ કે ગાંધી શાળામાં આમ તો શિક્ષકોને પટ પ્રશ્ન છેલ્લા બે વર્ષથી જોવા મળી રહ્યો છે ગત વર્ષે પણ શિક્ષકોને ઘટના લઈને હીબાળો થયો હતો પરંતુ જે તે સમય બાદ પ્રવાસી શિક્ષકોને ભરતી થતા આ મામલો શાંત પડ્યો હતો ફરી એક વખત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ થતા પોરબંદરની એમ કે ગાંધી શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે તો બીજી તરફ પોરબંદર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી મીડીયમ ના શિક્ષકોને હાલ પૂરતું ઈંગ્લીશ મીડીયમ ના વિદ્યાર્થીઓને ભણાવવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે તો બીજી તરફ ગુજરાતી માધ્યમના શિક્ષકોનો એવો સૌર ઉઠ્યો છે કે અમે ઈંગ્લીશ મીડીયમ ના વિદ્યાર્થીઓને ભણાવી ન શકીએ ગુજરાતી મીડીયમ ના વિદ્યાર્થીઓનું શું થશે? જો અમે ત્યાં ઇંગ્લીશ મીડીયમ ના વિદ્યાર્થીઓને ભણાવવા જશો તો તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે.
ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ શિક્ષણ અધિકારીને 5 થી વધારે રસ્તાઓ આપવામાં આવ્યા છે જેમાં કાયમી ભરતી થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક, જ્ઞાન સહાયક ન મળે ત્યાં સુધી પ્રવાસી શિક્ષક, પ્રવાસી શિક્ષક ન મળે ત્યાં સુધી અન્ય શાળાઓના અંગ્રેજી માધ્યમના શિક્ષકોને શાળામાં ફાળવવા. આ સાથે વિદ્યાર્થિની પરિષદે સાબિત કર્યુકે ABVP માત્ર સમસ્યા જ નથી પરંતુ સમસ્યા નિવારણ પણ સમાજ માટે આપે છે.