રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો શરૂ : મુખ્ય મુદા થી અળગા
સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ નો દોર શરૂ થયો છે જેના કારણે સમાન્ય મતદાર નિરાશ છે કારણ કે સમાન્ય નાગરિકને નેતાઓ ના આ ભાષણો માં રસ ન હોય તેવી સ્થિતિ છે મોટાભાગના વર્ગમાં હજુ અગાઉ જેવી ખરી શક્તિ આવી નથી આથી સામાન્ય લોકોના ધંધા રોજગારમાં 50% પણ વ્યવસ્થિત થયા નથી તેની સામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારો અને મોંઘવારી સામે ગરીબ અને મધ્યમ વર્ગના ઝઝૂમી રહ્યા છે ત્યારે કોરોનાની હાલાકી થી કામકાજની ગતિ મંદ પડી ગઈ છે અને ઉચ્ચ મધ્યમ વર્ગને પણ આવક ઉપર ગંભીર અસર થવા પામી છે કોરોના ના કારણે અનેક લોકોની નોકરી પણ છૂટી ગઈ હોય કે પગાર કાપ આવી જતા હોય છે. તેની વચ્ચે રાજકીય પક્ષો દ્વારા રંગેચંગે ચૂંટણીની તૈયારી કરાવતી હોય તેવો માહોલ છે પરંતુ તેની કોઈ અસર મતદારો પર થઈ રહી નથી.
રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો શરૂ : મુખ્ય મુદા થી અળગા