રાણાવાવ ભાજપ આગેવાનો દ્વારા નવ નિયુક્ત પ્રમુખો ને ફૂલહાર અને મીઠું મોઢું કરાવ્યુ
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંકલન સમિતિ અને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા નવ નિયુક્ત રાણાવાવ શહેર ભાજપ પ્રમુખ રામદેભાઈ લીલાભાઇ ઓડેદરા અને રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિરાભાઈ મકવાણા ની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્તિ કરતાં રાણાવાવ ભાજપ આગેવાનો દ્વારા નવ નિયુક્ત પ્રમુખો ને ફૂલહાર અને મીઠું મોઢું કરાવી આવકારેલ છે

જેમાં ભાજપ આગેવાનો શહેર ઉપપ્રમુખ કિરીટભાઇ બાપોદરા, પૂર્વ શહેર પ્રમુખ ભોજાભઈ જાદવ, પૂર્વ નગરપાલિકા સભ્ય પ્રેમજીભાઇ બળેજા, કિશાન મોરચા ઉપપ્રમુખ નાથાભાઇ ગાધેર, જિલ્લા યુવા મોરચો મહામંત્રી જગદીશભાઇ બાપોદરા, રાણાવાવ શહેર ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વ્યાસ, શહેર યુવા મોરચા પ્રમુખ વનરાજભાઇ ઓડેદરા, પૂર્વ લીગલ સેલ કન્વીનર દુષ્યંતભાઈ મહેતા, શહેર લઘુમતી મોરચા પ્રમુખ ગુલુબાપુ બુખારી, વનાણા ગામના સરપંચ ગોગનભાઇ કોડિયાતર, પીપળીયા ના આગેવાન ભરતભાઇ ગોંડલિયા,,રાણાવાવ ભાજપ આગેવાન પંકજભાઈ થાનકી અને વસીમભાઇ સમા તથા બ્રહમસમાજ આગેવાન અને વરિષ્ટ પત્રકાર દિલીપભાઇ જોશી સહિત આગેવાનો દ્વારા અભિવાદન કરેલ હતું.
