આખી દુનિયામાં ચીનના વુહાનથી ફેલાયો હતો કોરોના વાયરસ
એજન્સી, જીનેવા
વૈશ્વિક કોરોના મહામારીના જડ સુધી પહોંચવા માટે તપાસ અર્થે ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્વ સ્વાસ્થ સંગઠનની ટીમે મહત્વનો ખુલાસો કર્યો છે. WHOની ટીમનું કહેવુ છે કે, આ વાતના સ્પષ્ટ પૂરાવા મળ્યા છે કે, ચીનના વુહાનમાં સ્થિત મિટ માર્કેટથી જ કોરોના વાયરસ બહારની દુનિયામાં ફેલાયો હતો.
કોરોના મહામારીને લીધે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી છે, જે હવે ધીમે ધીમે ઉભરી રહી છે. આશરે 1 વર્ષ સુધી લોકડાઉન જેવા ગંભીર હાલાતો સામે ઝઝૂમી રહેલી દુનિયાએ એ સમયે કોરોના મહામારીને ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. ચીન એ સમયથી કોરોના મહામારીના ઉદભવ અને ફેલાવા માટે પોતાને જવાબદાર નથી માનતુ.કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના શરુઆતમાં જ એવા અનુમાન લગાવવામાં આવ્યા હતા કે આ મહામારી ચીનમાંથી ઉદભવી અને આખા વિશ્વમાં ફેલાઇ હતી. ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો, જે પછી ચીનમાં ફેલાયો હતો અને ગણતરી દિવસોમાં મોટાભાગના દેશોમાં ફેલાઇ ગયો હતો.
વિશ્વ સ્વાસ્થ સંગઠનના બેન એમ્બાર્કનું કહેવુ હતું કે ટીમને ડિસેમ્બર 2019થી પહેલા વુહાન કે અન્ય કોઇ સ્થળે કોરોના વાયરસ સંક્રમણના પૂરાવા મળ્યા ન હતા, પરંતુ ટીમને ડિસેમ્બર 2019માં વુહાન હુઆનન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયુ હોવાના પૂરાવા મળ્યા હતા. બેનનું કહેવુ હતું કે આ વુહાન ઇન્વેસ્ટિગેશનમાં નવી જાણકારીઓ સામે આવી હતી, પરંતું વાયરસ સંક્રમણને લીધે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઇ ફેરફાર આવ્યા નથી.