પોરબંદરમાં ગેસના બાટલા પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી કરાયો નવતર પ્રયોગ

પોરબંદરમાં ગેસના બાટલા પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી કરાયો નવતર પ્રયોગ



પોરબંદર તા.૧૨, પોરબંદરના લોકોમાં મતદાન કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે એ હેતુથી સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક નવતર પ્રયોગમાં ગેસના સિલિન્ડર પર મતદાન જાગૃતિ અંગે સ્ટીકર લગાવી લોકોમાં મતદાન જાગૃતિ વિશે આકર્ષણ જાગે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવેલો. જેમાં ગેસના બાટલાની ડિલેવરી કરતા રિક્ષાના ચાલકો અને એજન્સી વાળા ભાઈઓ તેમજ ગોડાઉન સંચાલક ભાઈઓએ મતદાન જાગૃતિ અંગે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. રીક્ષા ચાલક અજયભાઈ અને સંચાલક ભીખુભાઈ વગેરે કહ્યું કે અમે મતદાન કરીશું અને બીજા લોકોને પણ મતદાન કરવા પ્રેરીશું.
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!