જી એમ સી પ્રીસ્કૂલમાં ફેન્સિ ડ્રેસ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
ફેન્સી ડ્રેસ પ્લે એ માત્ર શારીરિક રીતે કોસ્ચ્યુમ પહેરવા કરતાં વધુ છે. જ્યારે “પાત્રમાં”, બાળકો ભૂમિકા ભજવવાનું શીખે છે. ફેન્સી ડ્રેસ પ્લે બાળકોને તેમની આજુબાજુની દુનિયા વિશે તેમનો દૃષ્ટિકોણ વ્યક્ત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. તે મોટી અને સરસ મોટર કૌશલ્ય, નિર્ણય લેવાની કુશળતા, સહાનુભૂતિને પ્રોત્સાહિત કરે છે અને બાળકોના એકંદર ભાવનાત્મક વિકાસમાં મદદ કરે છે. શાળા દ્વારા આયોજવામાં આવેલ ફેન્સિ ડ્રેસ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને બાળકોને પ્રોત્સાહિત કરવા નિર્ણાયક , શ્રીમતિ મયુરી કરીયા-વાઇસ પ્રેસિડેંટ ઓફ રોટરેક્ટ ક્લબ & મિસ. ક્રિષ્ના શિયાળ- નવદુર્ગા ગરબા ક્લાસ, દ્વારા બાળકોને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. શાળાના ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા દ્વારા ઈનામ તેમજ સર્ટિફિકેટનું વિતરણ કર્યું હતું
સમગ્ર સ્પર્ધા નું આયોજન, સિનિયર એડમીન ઓફિસર તથા પ્રિસ્કૂલ કોર્ડિનેટર શ્રીમતિ હેતલ દવે ના માર્ગદર્શન હેઠળ થયેલ હતું તેમજ પ્રિસ્કૂલ ના શિક્ષક મિસ પરિતા કોટિયા, શ્રીમતિ ભૂમિ થાનકી, મિસ વૈશાલી પૂનાણી તથા મિસ કોમલ લોઢારી દ્વારા જહેમત ઉઠાવેલ. આ હરિફાય ની સફળતા બદલ શાળાના પ્રમુખ વિમલજી ભાઈ ઓડેદરા, ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા તેમજ ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિશાબેન બાપોદરા તથા કોર્ડિનેટર પ્રતાપ ઓડેદરા દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ તેમજ વિજેતાઓને અભિનંદન પાઠવેલ.