લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પારિવારિક રાસોત્સવ ની ઉજવણી
લાયન્સ ક્લબ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ સૌએ સાથે મળી પ્રથમ માતાજીની આરતી કરી ત્યારબાદ પ્રથમ વાઇસ ડીસ્ટ્રીક ગવર્નર લાયન હિરલબા જાડેજા ના નેજા નીચે બાળકો, બહેનો, અને વડીલો દ્વારા સુંદર વસ્ત્ર પરિધાન કરી રાસ ગરબાની રમઝટ બોલાવેલ..
જેમાં નશાબંધી તેમ જ આબકારીના શ્રી જાડેજા સાહેબ, ડોક્ટર ગઢવી સાહેબ, ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ, જેસીઆઇ ના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડોક્ટર ઉર્વિશ મલકાણ સાહેબ હોપ હોસ્પિટલના ડોક્ટર વાળા સાહેબ તેમજ શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
તમામ વિજેતા ખેલૈયાઓને વિવિધ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.. સમગ્ર આયોજનમાં ક્લબ પ્રમુખ લાયન આશિષ પંડ્યા સેક્રેટરી કિશનભાઇ મલકાણ ખજાનચી ગોપાલભાઈ લોઢારી
નીધીબેન શાહ રાજેશભાઈ લાખાણી તેમજ અન્ય મેમ્બરોએ જહેમત ઉઠાવેલ હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેશ રાયઠઠા તેમજ ભીખુભાઈ સામાણીએ કરેલ હતું તમામ ઇનામ સ્પોન્સર અરવિંદ સ્ટોર વાળા તુષારભાઈ પારેખ તરફથી આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અંધજનો અને દિવ્યાગજનો પણ ઉપસ્થિત રહ્યા હતા