“નમો પોરબંદર કપ”માં કાંડાનું કૌવત દાખવતા પોરબંદર પંથકના યુવા ક્રિકેટરો
પોરબંદરમાં ચાલી રહેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નમો પોરબંદર કપ માં પોરબંદર પંથકના યુવા ક્રિકેટરો કાંડા નું કૌવત બતાવી રહ્યા છે. ટુર્નામેન્ટ માં ભાગ લેનાર ક્રિકેટ ટિમો ને આયોજક આકાશ રાજશાખા સહિત આગેવાનો પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મહાદેવ ઇલેવન નું શાનદાર પરફોર્મન્સ
પોરબંદર વોર્ડ ન. 10 ની મહાદેવ ઇલેવન ટીમે 10 ઓવર માં માત્ર 2 વિકેટે 140 રન નો ખડકલો કરી ને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પાલિકાના કાઉન્સિલર કાંતિભાઈ કાણક્યાની આગેવાની હેઠળ મહાદેવ ઇલેવન ની ટીમે અત્યાર સુધી નો સૌથી હાયેસ્ટ 140 નો સ્કોર કર્યો હતો
તા. 11 ઓક્ટોબરના રોજ યોજાયેલ મેચ માં ફ્રેન્ડ ઇલેવન સામે મહાદેવ ઇલેવન મેદાનમાં ઉતરી હતી. ફ્રેન્ડ ઇલેવન ની ટીમે 10 ઓવર માં 8 વિકેટે 60 રન કર્યા હતા જયારે મહાદેવ ઇલેવન ની ટીમે 10 ઓવર માં 2 વિકેટે 140 રન ફટકાર્યા હતા. જયારે બીજી મેચ નાગકા ઇલેવન અને જય ભવાની ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં નાગકા ઈલેવને 10 ઓવર માં 66 રન કર્યા હતા અને જય ભવાની ટીમે 4.4 ઓવર માં 2 વિકેટે 68 રન ફટકારી ને મેચ જીતી લીધી હતી. તેમજ ત્રીજી મેચ સાગર વીર ઇલેવન સામે જડેશ્વર ઇલેવન ની રમાઈ હતી જેમાં જડેશ્વર ઇલેવન ની ટીમે ઓવર માં વિકેટે 97 રન કર્યા હતા તો સામે સાગર વીર ઇલેવન ની ટીમે 10 ઓવર માં 6 વિકેટે 103 રન કરી મેચ જીતી લીધી હતી.
આજે વિસાવાડા ઇલેવન ની સામે નથરાજ ઇલેવન અને શ્રી રામ ઇલેવન ની સામે કનકાઈ ઇલેવન, શીશલી ઇલેવન સામે વાઘેશ્વરી ઇલેવન ટિમો ટકરાશે.