પોરબંદર જિલ્લાના 84 કુતિયાણા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભીમાભાઇ દાનાભાઈ મકવાણા ની નિમણૂક
રાણાવાવ આશાપુરા ચોક ખાતે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ આવનારી ચૂંટણીઓની તૈયારીઓ કરતી માલુમ પડે છે ત્યારે દિલ્હીમાં સરકાર ચલાવતી અને તાજેતરમાં જ પંજાબમાં પણ પોતાની સરકાર બનાવતી આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ કરતી માલુમ પડે છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી જેમાં બે દિવસ પહેલા અગિયારમી યાદી જાહેર કરી હતી ત્યારે ફરી એક વખત બારમી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પોરબંદર જિલ્લાના 84 કુતિયાણા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર માટે ભીમાભાઇ દાનાભાઈ મકવાણા ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે રાણાવાવ શહેરના આશાપુરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભારે ઉત્સાહભેર ઢોલ વગાડી ઉજવણી કરી અને એકબીજાના મોઢા મીઠા કરાવી અને વિધાનસભાના ઉમેદવારને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે પોરબંદર જિલ્લા પ્રમુખ મેરૂભાઇ ઓડેદરા. સ્ટેટ ટ્રેડ સેક્રેટરી મુળુભાઈ ઓડેદરા પોરબંદર ઉમેદવાર જીવનભાઈ જુંગી, ઉપ પ્રમુખ નાગાભાઈ સીસોદીયા, સંગઠન મંત્રી નાગાભાઈ ઓડેદરા તથા રાણાવાવ ના સ્થાનિક સહ સહ લસંગઠન મંત્રી ભરતભાઈ રાઠોડ તથા હસીનાબેન સહીત વિધાનસભા ના સંગઠન મંત્રી અને સહ સંગઠન મંત્રી અને કાર્યકરો ઍ હાજરી આપી હતી
