ગુજરાત ખારવા સમાજ વતી દરીયાઈ પટ્ટી ના ખારવા સમાજ ને સાથે લઈ આગેવાનો જૂનાગઢ માં વડાપ્રધાન નું વિશેષ અભિવાદન કરશે
માછીમારો ની વર્ષો જુની સમસ્યાના નિવારણ ના ભાગરૂપે સરકાર દ્વારા રૂ. ૬૧ કરોડ ના વર્ક ઓર્ડર આપવામા આવેલ છે. જેમા બંદર મા ડ્રેજીંગ, પાર્કિંગ અને માપલાવાડી વિસ્તાર મા વાર્કફોલ બનાવવાનુ, વિગેરે કામો માટે ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પ્રદેશ કન્વીનર માછીમાર સેલ ભા.જ.પ. મહેન્દ્રભાઈ જુંગી, પ્રદેશ કન્વીનર માછીમાર સેલ ના સદસ્ય હર્ષિતભાઈ શિયાળ સતત કાર્યરત રહી આ કાર્ય નુ ફોલોઅપ લઈ વ્યવસ્થિત રીતે આ કાર્ય પૂર્ણ કરેલ છે. જેમા આજરોજ ડ્રેજીંગ અને જેટી ના વર્ક ઓર્ડર મળી જતા આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ ચોધરી રાજ્ય મંત્રી મત્સ્યોઘોગ (સ્વતંત્ર હવાલો), સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, આ સર્વે મહાનુભાવો નો આભાર વ્યકત કરે છે. અને માન. વડાપ્રધાન શલ નરેન્દ્રભાઈ મોદી તા. ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ જુનાગઢ ખાતે ખાતમુર્હત ના કાર્યો કરવા માટે આવે છે. ત્યારે સમગ્ર ગુજરાત ખારવા સમાજ વતી દરીયાઈ પટ્ટી ના ખારવા સમાજ ને સાથે લઈ આગેવાનો તેમનુ વિશેષ મા હદય પૂર્વક અભિવાદન કરવા જઈ રહ્યા છે.