વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોરબંદર જિલ્લાના રૂ.૬૭૬ કરોડથી વધુ રકમના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે
*તા.૧૯ રોજ જુનાગઢ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીભૂમિને આપશે વિકાસની ભેટ*
પોરબંદર તા,૧૭. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તા.૧૯ ના રોજ જુનાગઢ ખાતેથી રૂ.૬૭૬ કરોડથી વધુ રકમના ખર્ચે બનનાર પોરબંદર જિલ્લાના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તા.૧૯ ના રોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવીને વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ ખાતેથી પોરબંદર જિલ્લાના વિકાસના વિવિધ કામોનું પણ ખાતમુહૂર્ત કરશે. જેમાં પોરબંદર ખાતે રૂ.૫૪૫.૮૭ કરોડના ખર્ચે બનનાર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત, રૂ.૪૨.૪૩ કરોડના ખર્ચે માધવપુર ખાતે શ્રીકૃષ્ણ રુક્ષ્મણી યાત્રાધામના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, રૂ.૪૭.૪૬ કરોડના ખર્ચે પોરબંદર છાયા નગરપાલિકા ખાતે ખાપટ અને ધરમપુર વિસ્તારના ઈલેક્ટ્રિ મિકેનિકલ પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત, રૂ.૨૧ કરોડના ખર્ચે પોરબંદર મત્સ્ય બંદર ખાતે મેન્ટેનન્સ ડ્રેઝીંગ ખાતમુહૂર્ત તથા રૂ.૧૯.૯૭ કરોડના ખર્ચે કુતિયાણા જૂથ ભાગ -૨ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આમ તારીખ ૧૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોરબંદર જિલ્લાના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે.