
પોરબંદર જિલ્લામાં યુનિટી વીકની ઉજવણી અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

તા.૩૧ ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે તા. ૩૧ ઓક્ટોબર સુધી યુનિટી વીક અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ યુનિટી વીકની ઉજવણી થઈ રહી છે. જેમાં આજે પોરબંદર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિટી વીકની ઉજવણી અંતર્ગત નીકળેલી આ સાયકલ રેલી તાલુકા જિમ સેન્ટર ખાતેથી શરૂ કરવામાં આવી હતી. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે લીમડા ચોક,સુદામા ચોક, હાર્મની સર્કલ તેમજ સરદાર પટેલની પ્રતિમા રેલવે સ્ટેશન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં પોરબંદર જિલ્લાના ૭૫ જેટલા ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો.
આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા
Please follow and like us:
CATEGORIES Porbandar
