ગોંડલ માં શ્રી રમાનાથધામ ખાતે આજ થી ત્રિદિવસીય પાટોત્સવનો પ્રારંભ






શ્રી રમાનાથધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આજ થી ત્રીદિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11 યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ માં 21 બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન કરવામાં આવી રહ્યા છે. 11 યજમાન શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચનામાં જોડાયા છે. ત્રીજા દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવશે.
ગોંડલ ના ઉમવાડા ચોકડી પાસે આવેલ શ્રી રમાનાથ ધામ મંદિરે આજ થી દસમો ત્રીદિવસિય પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. સવાર થી સાંજ સુધી પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, પ્રાયશ્ચીત વિધિ, દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, સ્વસ્તિ પુન્યા વાંચન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોનું આહવાન, પૂજા, ગૃહ શાંતિ હોમાત્મક શતચંડી પ્રારંભ, સાયંપૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે 9.00 કલાકે જયદેવ ગોસાઈ ના કંઠે ભક્તિ સંગીત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
23 ફેબ્રુઆરી શુક્રવાર દ્વિતીય દિવસ ના પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અધ્યૅ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ ચાલુ, સાય પૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે 9.00 કલાકે ભગવદ્દ સ્તુતિ ગાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
24 ફેબ્રુઆરી શનિવારે તૃતીય દિવસ ના પ્રાત પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, પાત્રા સાધન, ધ્વજારોહણ, અન્નકોટ દર્શન સવારે 10.30 કલાકે, સ્થાપિત દેવોનું ઉત્તર પૂજન, હોમાત્મક શત – ચંડી યજ્ઞ અને ત્યાર બાદ 5 કલાકે બીડું હોમવાનું અને સાંજે 5.30 કલાકે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે.
આ ત્રીદિવસીય પાટોત્સવ માં સર્વે ભક્તજનોને પધારવા રમાનાથધામ ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમેરિકા, યુકે, મુંબઈ, અમદાવાદ, પોરબંદર, ભાણવડ સહિત ના દેશ વિદેશમાં વસતા ભક્તો દર્શને આવી પોહચશે.
