બાળકો માટે અંગ્રેજી કરતા માતૃ ભાષામાં શિક્ષણ વધુ સારું :ડો ઍ આર ભરડા.

મૂળ માધવપુર ની માઘ્યમિક શાળામાં વિશ્વ માતૃ ભાષા દિન ની ભવ્ય ઉજવણી: બાળકો માતૃ ભાષા મા વિષયને વધારે સમજે છે પોરબંદર: અંગ્રજી માધ્યમ કરતા ગુજરાતી માધ્યમની શાળા શિક્ષણ માટે શ્રેષ્ઠ છેઃ બાળકો માતૃ ભાષા મા વિષયને વધારે સમજે છે આથી બાળકો માટે અંગ્રેજી કરતા માતૃ ભાષામાં શિક્ષ્ણ આપવું સારુ છે પોરબંદર નજીકના મૂળ માધવપુર ખાતે નીં છ દાયકા વટાવી ચૂકેલી શ્રી રામેશ્વર એજકેશન ટ્રસ્ટ સંચાલિત પોરબંદર નજીકની મૂળ માધવપુર ની સરકારી શ્રી રામેશ્વર માઘ્યમિક શાળામાં તાજેતર મા “વિશ્વ માતૃ ભાષા દિન “ની ભવ્ય ઉજવણી નું આયોજન કરવામા આવ્યું હતુ શરૂઆતમાં માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી હીરાભાઈ ભરડા એ વિઝન અને મિશન થી ચાલતી શાળા ની ત્રણ દાયકાની શિક્ષણ ની વિકાસ ગાથા સાથે શિક્ષણ ગુણવતા સુધારણા મા ઉપચારાત્મક શિક્ષણ નાં હાથ ધરેલ પ્રકલ્પો ની વિશદ છણાવટ કરી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતાં. આ પ્રસંગ શ્રી રામેશ્વર એજ્યકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી પાંચા ભાઇ ડાભી એ જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિ નો પાયો સંસ્કૃત ભાષા પર ટકેલો છે ભાષાઓ એ હ્રુદય ની ભાષા છે પોતાનાં વિચારો ની અભિવ્યક્તિ માતૃ ભાષામાં સારી રીતે થઈ શકે માટે માતૃ ભાષા માં શિક્ષણ આપવું હિતાવહ ગણાવ્યું હતુ આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતાં કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ અંગ્રેજી માધ્યમની ઝંખના એ માતૃભાષા ને કટોકટી મા મુકી છેઃ માતૃ ભાષા માતૃ ભૂમિ એને માતૃ સંસ્થા ને ભૂલવી ન જોઈએ બાળકો માતૃ ભાષામાં જ પોતાનો વિષય સારી રીતે સમજી શકે છે તેમ જણાવી વાલીઓએ અંગ્રેજી માધ્યમ નો મોહ છોડી ગુજરાતી માધ્યમ મા બાળકોને ભણાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગ પોરબંદરની ડો.વી.આર એન્જિનિયરિંગ ડિગ્રી કૉલેજના કોલેજના પ્રોફેસર શ્રી યશ ભાઇ દાસાણી એ જણાવ્યુ હતુ કે દેશના ટોચના મહાપુરુષો વૈજ્ઞાનિકો પોતાની માતૃ ભાષા માં ભણ્યા છેઃ ગુજરાતીઓની માતૃ ભાષા ઉપર અંગ્રેજી ભાષાનું આક્રમણ થઈ રહ્યુ છેઃ ત્યારે ગુજરાતી ભાષાના સંવર્ધન એને સંરક્ષણ માટે માતૃ ભાષા ને ઉજાગર કરવા એને મજબૂત બનાવવા દરેક ગુજરાતી ઓ એ કટિબદ્ધ થવાનો સમય પાકી ગયો છે તેનો અમલ ઘર આંગણે થી કરવા રુદહ્ય સ્પર્શી અપીલ કરી હતી આ પ્રસંગ ગુજરાતી વિષયના કી – પર્સન કે . પી.મહેતા એ માતૃ ભાષા સંવર્ધન માટે પોતાનાં બાળકો ને ગુજરાતી માધ્યમ માં ભણાવવા જોઈએ માતૃ ભાષા નુ જતન કરવાની જવાબદારી માતા. પિતા શિક્ષકો એને સાહિત્ય કારોની છેઃ. પોરબંદરની ડો વી આર ગોઢાણીયા ડિગ્રી એન્જિનિયરિંગ ડીગ્રિ કૉલેજના ડાય રેકટર , યશ ભાઇ દાસાણી.પ્રોફેસર ધવલ કુમાર ભરડા , સેતુલ ભાઇ ચંદારાંણા એ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછીના શિક્ષણ, તબીબી, ટેકનિકલ, કૃષિ વ્યવસાય ક્ષેત્ર ના ના વિવિઘ અભ્યાસક્રમો ની માહિતી આપી હતી શાળા ની બહેનો એ સંસ્કૃત. સુભાષિત નુ ગા ન કર્યા બાદ છાત્ર શ્રી ભક્તિ બેન બગીયા એ માતૃ ભાષા નો મહિમા વર્ણવ્યો હતો આ તકે અંગ્રેજી માધ્યમ ની શાળા શ્રેષ્ઠ કે ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ આં મુદ્દા પર છાત્રો એ પ્રશ્નો પૂછ્યા હતા તેના ઉતરો મા તજ્જ્ઞો એ જણાવ્યુ કે ગુજરાતી માધ્યમ ની શાળા શ્રેષ્ઠ ગણા વી હતી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શિક્ષક શ્રી અંકિતા બેન સોલંકી એ સંભાલ્યું હતું જ્યારે આભાર વિધિ શિક્ષક એમ. બી . ડા કી એ કરી હતી કાર્યક્રમમાં . કે . પી . મહેતા , એમ . બી . ડા કી . , એ . વી . સોલંકી , ડી.એલ ડાભી, કે.આર વાજા સહીત સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!