પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક જવાનને મોબાઈલ ફોન પરત કરી પ્રામાણીકતા દાખવી

પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક જવાનને મોબાઈલ ફોન પરત કરી પ્રામાણીકતા દાખવી
પોરબંદર સુદામા રાણીબાગ વિસ્તારમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. બાલુભાઈ એચ.બાપોદરા તથા ટ્રાફિક બ્રિગેડના જવાન રમેશભાઈ તથા ચંદ્રેશભાઇ નાઓ ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા તે દરમ્યાન જાહેર રસ્તા ઉપરથી ઍક મોબાઇલ ફોન મળી આવેલ આથી તુરત જ બાલુભાઈ દ્રારા
ટ્રાફિક પોલીસ ચોકીએ પો.હેડ કોન્સ. અશોકભાઈ ગોંડલીયાને જાણ કરી હતી અને આ મોબાઇલ ફોન કોનો છે અને મોબાઈલના માલિકનો સંપર્ક સાધવા માટે પ્રયત્નો કર્યો, ત્યારે તપાસ કરતા જાણવા મળેલ કે આ મોબાઈલ છાંયા વિસ્તારમા રહેતાં હાર્દિક હર્મિશભાઈ જોષીનો છે ત્યારે હાર્દિક ભાઈને બોલાવી ખરાઈ કરી જરૂરી બિલ તેમજ આધારકાર્ડ ની ઓળખ મેળવી અંદાજીત કિંમત રૂપિયા 10 હજાર નો મોબાઇલ ફોન હાર્દિકભાઈને પરત કરેલ હતો અને હાર્દિકભાઈએ પણ તમામ ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક જવાનોનો આભાર વ્યકત કર્યો હતો..
