રાતીયા સિમ પે સેન્ટરશાળા ના વિદ્યાર્થીઓ એ સમુદ્ર માંથી જળ વિદ્યુત ઉતપન્ન કરી જળ સીમા પર એલર્ટ સિસ્ટમ “કોસ્ટલ બોર્ડર સુરક્ષા” મોડેલ તૈયાર કર્યું


પોરબંદરની મહાત્મા ગાંધી સ્કુલ ખાતે આજે પોરબંદર તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ અનેક અવનવી કૃતિઓ રજૂ કરી હતી પોરબંદરના રાતીયા સિમ પે સેન્ટરશાળા ના બે વિદ્યાર્થીઓ એ અલગ જ કૃતિ બનાવી તી જેમાં હાલ પાકિસ્તાન માં ભારતના માછીમારો કેદ થઈ જાય છે આ સમસ્યા નિવારણ માટે જળ વિદ્યુત ઉત્પન્ન કરી જળ સીમા પર એલર્ટ સિસ્ટમ લાઈટ રાખી માછીમારો ને સૂચના આપવામાં આવે છે કે અહીં જળસીમાં પૂર્ણ થાય છે આગળ ની જળ સીમા પાકિસ્તાનની છે જેથી તેઓ આગળ ન વધે આ પ્રોજેક્ટ થી અનેક લાભ થઈ શકે તેમ છે અને ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારો ના અપહરણ અટકાવી શકાય તેમ છે
Please follow and like us:
CATEGORIES Porbandar
