પોરબંદરને હરિયાળુ બનાવવા 2500 થી વધુ ટ્રીગાર્ડ થઈ ગયા તૈયાર
“આપણું પોરબંદર ગ્રીન પોરબંદર”અંતર્ગત 10,000 થી વધુ વૃક્ષો વાવવા માટે ની ચાલી રહેલી તડામાર તૈયારીઓની પૂર્વ કેબિનેટ મંત્રી સહિત અગ્રણીઓએ લીધી મુલાકાત: શહેરને હરિયાળુ બનાવવા આગેવાનો સહિત શહેરીજનોમાં ભારે ઉત્સાહ
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત પોરબંદરને દસ હજાર કરતા વધુ વૃક્ષોથી લીલુંછમ બનાવવાના પ્રોજેક્ટ માટે હાલમાં 2500 થી વધુ ટ્રીગાર્ડ બની ગયા છે ત્યારે આ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લઈને પૂર્વ કેબિનેટ મંત્રી સહિત આગેવાનોએ વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિત ધર્મેશભાઈ પરમાર વગેરેની ટીમ દ્વારા પોરબંદર શહેરને હરિયાળુ બનાવવા માટે 10000થી વધુ વૃક્ષો વાવવાનું મહા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટની તડામાર તૈયારીઓની સમીક્ષા કરવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, છાયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા,ગ્રીન આર્મીના સાથીઓ ડોક્ટર શેઠ, ડોક્ટર દર્શક પટેલ, ભરતભાઈ રૂઘાણી, હર્ષિતભાઈ રૂઘાણી, ડોક્ટર રૂપાણી, આકાશ લાખાણી, સહિત ગ્રીન આર્મીના સાથી મિત્રોએ સ્થળની મુલાકાત કરી હતી અને 2500 થી પણ વધુ ટ્રીગાર્ડ બની ગયા છે તે કામગીરીને નિહાળી હતી ખાતર રોપા અને સામગ્રી પણ તૈયાર છે ત્યારે વહેલાસર વૃક્ષારોપણ કાર્યક્રમ પોરબંદરમાં શરૂ થવા જઈ રહ્યો છે તેથી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત આગેવાનોએ શહેરીજનોને આ મહા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી અને શહેરને રળિયામણું અને હરિયાળુ બનાવવા માટે અગ્રેસર રહેવા કોલ આપ્યો હતો સમગ્ર પ્રોજેક્ટના કોઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર સહિત અગ્રણીઓ તેમની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા અને આયોજન અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.