“સાહિત્ય વારસો” પરિવાર દ્વારા લેખિકા જયા મહેરિયાના પુસ્તક “અઘોરી”નું વિમોચન અને કવિ સંમેલન યોજાયું

સાહિત્ય વારસો” પરિવાર દ્વારા આયોજીત લેખિકા જયા મહેરિયાના પુસ્તક “અઘોરી”નું વિમોચન અને કવિ સંમેલન તા. ૧૯/૧૧/૨૦૨૩ રવિવારના રોજ ખેરાલુ, રોહિત સમાજવાડીમાં કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. તથા લેખિકા શ્રી જયા મહેરિયા “જુગની”ના પુસ્તક “અઘોરી”નું ભવ્ય વિમોચન કરાયું હતું. જેમાં કવિ શ્રી સ્નેહી પરમાર અને ચંદ્રેશ મકવાણા “નારાજ” હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અનેક નામી કવિ, લેખકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં જુનાગઢના કવિ શ્રી દિલીપ ધોળકિયા સાહેબ, હર્ષદ કડિયા સાહેબ, અંજના ગોંડલિયા-પોરબંદર, રુપલ સોલંકી-વાપી, ભાવનાબેન ભટ્ટ, ભાવના આહિર, ભાનુભાઇ ગાંધીનગર, કમલેશ સુથાર-બેવટા, કવિ જલસાગર, હર્ષદ મકવાણા, સત્યમ બારોટ વગેરે સર્જકોએ કાર્યક્રમની શોભામાં ખૂબ વધારો કર્યો હતો.
પુસ્તક વિમોચનનું સંચાલન લેખિકા રશ્મિકા ચૌધરી “રસુ” દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા રાઉન્ડમાં કવિ જાન તથા મહેન્દ્ર મકવાણાએ સંમેલનનું સંચાલન સંભાળ્યું હતું. મહિલા પ્રમુખ શ્રી દિવ્યા મંડલી કાર્યક્રમમાં હાજર નહોતા છતાં પણ તેઓ હ્રદયથી કાર્યક્રમમાં રશ્મિકા અને માયૂસની સાથે જ હતા.
પુસ્તક વિમોચન પ્રસંગે જયાબેન પોતાના જીવન પ્રસંગોની યાદી વાગોળતા, એમનાં સંઘર્ષ વિશેના વિચારો વ્યક્ત કરતા તેમના પતિની આંખમાં આંસું આવી ગયા હતા. તે દરમિયાન જયા મહેરિયાના પિતા સમાન સસરાને પોતાની પુત્રવધુ જયા મહેરિયા પર થતો ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને સમગ્ર કાર્યક્રમ ભાવુક થઈ ગયો હતો. ખેરાલુ, ચાણસોલ ગામના લોકો, સમાજના આગેવાનો, વડીલો તથા પધારેલા અતિથિગણ, મુખ્ય મહેમાન સિદ્ધરાજ સોલંકી તેમજ કવિ મિત્રોએ આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. સમાજના આગેવાનો અતિથિ વિશેષ માજી પ્રમુખશ્રી કિરણભાઈ સોલંકી, શ્રી જીવણભાઈ એલ પરમાર, પ્રમુખશ્રી ચીમનભાઈ, ઉપપ્રમુખશ્રી શંકરભાઈ જાસ્કા દ્વારા જયા મહેરિયાને શુભ આશિત આપવામાં આવી હતી. કાર્યક્રમ બાદ કવિ શ્રી સ્નેહી પરમાર અને ચંદ્રેશ મકવાણાના હસ્તે ટ્રોફી તથા સન્માન પત્ર આપી દરેક કવિ મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તથા જયા મહેરિયાના પ્રથમ પુસ્તક “અભિસારિકા”ને સાહિત્ય વારસો પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનોને હસ્તે કવિ શ્રી સ્નેહી પરમાર અને ચંદ્રેશ મકવાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના સફળતાનો શ્રેય કવિ શ્રી માયૂસના પિતા શ્રી જીવનભાઈ લાલજીભાઈ પરમારને જાય છે. જેમને અમને ડગલે પગલે ઊભા પગે સાથ આપ્યો છે. કવિ શ્રી માયૂસના માતા પિતાને મળીને સૌને ખૂબ જ આનંદ થયો હતો. તથા કવિ માયૂસના બન્ને ભાઈઓએ પણ ખૂબ સહયોગ કર્યો હતો. દરેકને એટલાં જ પ્રેમ અને હેતથી આવકાર્ય જેમ કોઈ પોતાનાં જ વ્યક્તિને આવકારે છે. ખરેખર ખૂબ મજાનો યાદગાર પ્રસંગ બન્યો.

કાર્યક્રમ રુપરેખા

સ્થળ : દોતોર સો પરગણા રોહિત વાડી,
ગામ. ખેરાલુ (બસ ડેપો પાસે) જિ. મહેસાણા

અતિથિ વિશેષ : સિદ્ધરાજ સોલંકી-ભાવનગર (ડિસ્ટ્રિક્ટ કોર્ટ સિ.ક્લાર્ક)
મુખ્ય મહેમાન : માજી પ્રમુખશ્રી કિરણભાઈ એમ સોલંકી
સરસ્વતી વંદના : પ્રિયાંશી જે પરમાર, પ્રિયંકા એમ પરમાર, ધર્મિષ્ઠા એમ પરમાર, કાવ્યા કે સેનમા
ઉદ્ઘાટક : કવિશ્રી સ્નેહી પરમાર, ઉદ્ઘોષણા : કવિશ્રી ચંદ્રેશ મકવાણા “નારાજ”

𖣔અતિથીગણ𖣔
પ્રમુખશ્રી ચીમનભાઈ જી પરમાર-ખેરાલુ
મહામંત્રીશ્રી દલાભાઈ એન પરમાર-વિઠોડા
ઉપપ્રમુખશ્રી શંકરભાઈ એમ પરમાર-જાસ્કા
માજી પ્રમુખશ્રી ખેમચંદભાઈ જી પરમાર-સાકરી
માજી ઉપપ્રમુખશ્રી ખાનાભાઈ એસ પરમાર-ખેરાલુ
(શ્રી દોતોર સો પરગણા રોહિત સમાજ સમગ્ર કારોબારી કમિટી)
માજી સહમંત્રી અમૃતભાઈ એમ પરમાર-થાંગણા
શ્રી જીવણભાઈ કે ચૌહાણ- ગોરીસણા (રીટાયર્ડ શિક્ષક)
વિપુલ જોષી “કચ્છી બેફામ” (બૃહસ્પતિ કાવ્યધારા ગ્રુપ)

𖣔કવિગણ𖣔

હર્ષદ મકવાણા-મહેસાણા,અંજના ગોંડલિયા-પોરબંદર,કવિ જલસાગર-ગાંધીનગર , પ્રકાશભાઈ સોલંકી-પાલનપુર,ભાવના આહિર-કચ્છ,હર્ષદ કડિયા-ગોઝારિયા,ભાવના ભટ્ટ-અમદાવાદ,દિલિપ ધોળકિયા-જુનાગઢ,રુપલ સોલંકી-વાપી,કમલેશ સુથાર-બેવટા,દિનેશ કવિરાજ-ડીસા,વાસવદત્તા નાયક-હિંમતનગર,દિવ્યા મંડલી-અમદાવાદ,સત્યમ બારોટ-ખેરાલુ,રશ્મિકા ચૌધરી “રસુ”,યોગેશ પંચાલ-વડનગર,માયૂસ કવિ ચાણસોલ,કવિ જાન-વડનગર, મહેન્દ્ર મકવાણા

મીડિયા પાર્ટનર્સ : (૧). ગુજરાત ટાઈમ્સ24 ચેનલ, (૨). મારો અવાજ ન્યૂઝ ચેનલ
સહયોગ : ઉપાધ્યક્ષ શ્રી હરેશ ડી. પરમાર (ભીમ આર્મી), જીગર શ્રીમાળી-ચાણસોલ

𖣔આયોજક𖣔
શ્રી જીવણભાઈ લાલજીભાઈ પરમાર-ચાણસોલ
સંચાલક તથા મહિલા પ્રમુખ શ્રી દિવ્યા મંડલી-અમદાવાદ
પ્રમુખ શ્રી માયૂસ કવિ-ચાણસોલ
સહ પ્રમુખ કુ. રશ્મિકા ચૌધરી “રસુ” અમદાવાદ

સાહિત્ય વારસો પરિવારના સહપ્રમુખ તરીકે આખા પરિવાર તરફથી જયાબેનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કવિઓ, શ્રોતાઓ વડીલોનો ખૂબ ખૂબ આભાર.

*- ચૌધરી રશ્મિકા “રસુ”
*-અંજના ગોંડલિયા”નીરજા”
(સાહિત્ય વારસો સહ પ્રમુખ)*

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!