રોટરી ક્લબ ઓફ પોરબંદરને 100 %ડોનર ક્લબનું પ્રખ્યાત ટાઇટલ મળ્યું

રોટરી ક્લબ ઓફ પોરબંદર હંમેશા સમાજના ભલા માટે કામ કરે છે અને એમા યોગદાન આપે છે. ક્લબના સભ્યો હંમેશા સમાજ કલ્યાણ ના વિવિધ પ્રોજેક્ટ માટે દાન આપે છે. આ અંતર્ગત રોટરી ક્લબ ઓફ પોરબંદરના 100 ટકા સભ્યોએ રોટરી ફાઉન્ડેશનને નાણા દાનમાં આપીને 100 ટકા ડોનર ક્લબનું ટાઇટલ મેળવ્યું હતું. રોટરી ક્લબ પોરબંદરના 64 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ ખિતાબ કલબ ને પ્રાપ્ત થયો છે. આ સિવાય પાસ્ટ પૅસિડેન્ટ શ્રી કેતન પારિખ ના વર્ષ ના કાર્ય બદલ પણ રોટરી કલબ ને સમ્માનિત કરવામાં આવ્યો હતો. ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં એક શાનદાર સમારોહ માં ક્લબ વતી પ્રમુખ પૂર્ણેશ જૈનને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારોહ માં કલબ વતી રોટરી સભ્ય અનિલરાજ સિધવી અને દિવ્યકાતં ધેડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ડોનેશન સિવાય સભ્ય હર્ષિત રૂઘાણી, પૂર્ણેશ જૈન, અનિલરાજ સિંઘવી, જીજ્ઞેશ લાખાણી, રોહિત લાખાણી અને જયેશ પટ્ટાણી તરફ થી રોટરી ફાઉન્ડેશનમાં 100 ડૉલરનું યોગદાન આપ્યું હતું. રોટરી ક્લબ પોરબંદરના આ યોગદાન બદલ અને 100 ટકા ડોનર ક્લબનું બિરુદ મેળવવા બદલ ખૂબ પ્રશંસા મળી હતી.
