
પોરબંદરમાં ભારત વિકાસ પરિસદ દ્વારા યોજાયેલ કોરોના વેકસીન કેમ્પ નો 140 લોકો એ લીધો લાભ
45 થી વધુ ઉંમર ના લોકો એ વેકસીન લીધી
સમગ્ર વિશ્વ માં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના થી બચવા ભારતમાં વેકસીન શોધવામાં આવી છે .જે લોકો માં રોગ પ્રતિકારક શક્તિ નું પ્રમાણ વધારી શકે .પોરબંદર માં આજે ભારતીય વિકાસ પરિષદ શાખા દ્વારા આજે તરીખ 10 એપ્રિલ 2021 ના રોજ કોરોના વેક્સિન નો કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
આ કેમ્પ માં ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા ઘેર ઘેર જઇ ને પેપ્લેટ વિતરણ કરી તથા રીક્ષા માં આસપાસ ના વિસ્તારમાં રેડિયો ફેરવીને લોકો ને વેકસીન માટે લોકો ને જાગૃત કર્યા હતા .અને સવારે નવ કલાક થી દીપ પ્રાગટય કરી આ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી .અને જિલ્લા આરોગ્ય વિભાગ ની ટિમ નો સહકાર મળ્યો હતો તો વેકસીન લીધા બાદ સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં અવ્યો હતો .જેમાં ફોટો લઈ ને લોકો એ અન્ય લોકો ને વેકસીન માટે પ્રોત્સાહિત કર્યા હતા 140 જેટલા લોકોએ વેક્સીન લઈ ને કોરોના સામે રક્ષણ મેળવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ માં તન મન ધન થી સેવા આપનાર તમામ કાર્યકર્તા સદસ્ય ની ટિમ નો ભારત વિકાસ પરિસદ દ્વારા આભાર માન્યો હતો આરોગ્ય ની ટિમ નું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ભારત વિકાસ પરિસદ ના પ્રમુખ કમલેશભાઈ ખોખરી ,મંત્રી નિધિબેન શાહ,ઉપપ્રમુખ વીનેશ ગોસ્વામિ ,સહમંત્રી નવનિતભાઈ સોની ,સંગઠન મંત્રી નિલેશ ભાઈ રુઘાણી , સંયોજક પંકજ ચંદારણા ,હર દતપુરી ગોસ્વામિ , મહિલા સંયોજિકા નિવેદીતા જોશી,ભુમિકા શિયાળ , કારોબારી ટિમ ભાવેશ પુરોહિત,જીતેશ ભાઈ ભાલાણી,મહેન્દ્ર બોરીસાગર,નિમેષ ગોંડલીયા,મનોજ ભાઈ પંડયા ,મુકેશભાઈ હોદાર ,નયનભાઈ ટાંક,કેતન ભાઈ હિંડોચા,હરીશભાઈ બોરસિયા વગેરે એ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં સેવા આપનાર
જિલ્લા આરોગ્ય વિભાગ ની ટિમ ના ડો. રાહુલભાઈ કોટિયા તથા જયાબેન પંડાવદરા ,સિધ્ધીબેન પાંડાવદરા ,ઉષાબેન ઓડેદરાનું ભારત વિકાસ પરિસદ ટિમ દ્વારા સન્માન કરાયું હતું.




