ગાદી સ્થાન જેતપુર ધામ માં યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ ની ભવ્ય પૂર્ણા હૂતી

લોએજ ધામ નિવાસી પ. પૂ. સદગુરુ અ. નિ. શ્રી ચૈતન્ય દાસજી અને પ. પૂ. સાંખ્ય યોગી, અ. નિ. શ્રી રવિકાન્તા બા ની પાવન સ્મૃતિ માં સ્મરણાંજલિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવદ કથા પારાયણ નું આયોજન રંગે ચંગે, ધામધૂમ પૂર્વક સંપન્ન થયું. વડતાલ પિઠા ધિ પતિ પ. પૂ.. ધ. ધૂ.1008આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ નાં શુભાશિષ થી સંપ્રદાય નાં વિશ્વ વિખ્યાત ગાદી સ્થાન જેતપુર ધામ નાં વિશાળ પટાંગ ણ માં સારંગપુર ધામ નિવાસી યુવા મહંત પ. પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી =અથાણાંવાળા )વ્યાસા સને બિરાજી સુમધર ગીત, સંગીત નાં સથવારે ભાવવાહી, લાક્ષણિક શૈલી માં કથા મૃત નું રસપાન કરાવી સૌ હરિ ભક્ત શ્રોતા જનોને કૃતાર્થ કર્યાં હતાં.
🌺સમગ્ર ઉત્સવ નાં એકમેવ યશસ્વી યજમાન પદે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર નાં મેનેજીંગ ટ્રસ્ટી અને સંપ્રદાય નાં ભામાશા શેઠ શ્રી ધીરેનભાઈ અનંત રાય કામદાર (મીઠાવાળા ), મયંકભાઇ તથા સમગ્ર કામદાર પરિ વાર રહ્યો હતો.
🌹આચાર્ય મહારાજ શ્રી નાં ઓનલાઇન આશીર્વાદ થી સમગ્ર સભા જનો પુલકિત થયાં હતાં. પ્રતિદિન ધામેધામથી, દેશ વિદેશ થી પધારતાં બ્રહ્મ નિષ્ઠ પૂજનીય સંતો, મહંતો, પાર્ષદો, સાંખ્ય યોગી માતા ઓ, અને અગ્રણી હરિ ભક્ત ભાઈબહેનો અને સેવાભાવી હરિ ભક્તો ની વિશાલ ઉપસ્થિતિ દર્શનીય અને પ્રેરક બની રહી.
🙏પ. પૂ.શ્રી દેવનંદનદાસજી, (જૂનાગઢ ),પ. પૂ ), પ. પૂ. શ્રી હરિપ્રકાશ દાસજી (લોએજધામ )પ. પૂ. સદગુરુ શ્રી નિલકંઠ ચરણ દાસજી,પ. પૂ. મોહનપ્રસાદ જી, (ધોરાજી ), પ. પૂ. રાધરમણ દાસજી (રાજ કોટ ), ઉપરાંત કાલવાણી, માંગરોળ, ફરેણી, દ્વારકા, ઉપલેટા, માણાવદર, મુળી ધામ, કારિયાણી, પીપલા ણા, કુંડલ વગેરે વગેરે ધામો થી સંતો, મહંતો, પાર્ષદો, અને સાંખ્ય યોગી માતાઓ, નાં દર્શન અને વચના મૃત થી શ્રોતા ગણ ધન્ય ધન્ય થયો હતો.રાત્રિ કાર્યક્રમ માં પ્રસિદ્ધ મોટીવેટર, હાસ્ય કલાકાર અને લોક સાહિત્ય કાર શ્રી પારસ ભાઇ પાંધી અને તેની સમગ્ર ટીમે ભારે જમાવટ કરી હતી. સંપ્રદાય નાં નંદ સંતો માં અગ્રણી પ. પૂ. સદગુરુ શ્રી બ્રહ્માનંદ નાં જીવન -કવન ને આવરી લેતી “બ્રહ્મ મોલકે કવિ બ્રહ્માનંદ “અંતર્ગત કેટલાંક પદો, કિર્તન, અને છંદો ની રમઝટ દીપ ચુડાસમા, શ્રી કિર્તન સાગર સ્વામિ, તથા હસમુખ ભગતે મોડી રાત સુધી રજુઆત કરી શ્રોતા જનોને મંત્ર મુગ્ધ કર્યાં હતાં.
👍શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર નાં ટ્રસ્ટી ગણ,150/-જેટલાં અગ્રણી હરિ ભક્ત ભાઇ બહેનો એ કથા મૃત નો લાભ લઈ ધન્ય ધન્ય થયાં હતાં.મંદિર નાં સમર્પિત સેવાભાવી હરિ ભક્તો અને પૂજારી શ્રી હરજીભાઇ મહેતા, વનરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ રાઠોડ, રાજેન્દ્ર ભાઇ ભરડવા, નંદ લાલ દવે, તુષાર ભાઇ જોષી,નરેન્દ્રભાઈ મહેતા, પ્રદ્યુમન ભાઇ રાઠોડ, પરેશભાઈ દવે, ચેતન સિંહ પરમાર, ભવાનજી ભાઇ જોષી,કનુભાઈ ધોળકિયા.ઋષિક ભાઇ દવે, વગેરે હરિ ભક્તોએ યજમાન પરિવાર નું હાર્દિક અભિવાદન કર્યું હતું.અને સમગ્ર ધર્મોત્સવ ને સફલ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
નિર્મોહી, ઉદાર અનેસંપ્રદાય ને સમર્પિત યજમાન પરિવારવતી મયંકભાઇ કામદારે નમ્ર ભાવે સંતો, મહંતો, કથાકાર શ્રી, હરિ ભક્તો, સ્વયં સેવકો, સહાયકો તથા તમામ શ્રોતા જનોનો આભાર માન્યો હતો.અને સ્વામિનારાયણ ભગવાન નાં ગગન ભેદી જય ઘોષ સાથે ધર્મોત્સવ સંપન્ન થયો હતો.
લિ. કનુ ભાઇ ધોળકિયા
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર 🙏🌹👌🏿🌺👍💐👍🌺🙏

