ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ બાલિકા દિવસ અંતર્ગત કાર્યક્રમ સિગ્મા સ્કૂલ ખાતે ઉજવાયો

ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા આયોજિત રાષ્ટ્રીય પ્રકલ્પ બાલિકા દિવસ અંતર્ગત કાર્યક્રમ તારીખ 30/ 01 /23 સોમવાર ના રોજ સિગ્મા સ્કૂલ પોરબંદર ખાતે ઉજવાયો હતો .
અતિથિ વિશેષ D.Y.S.P નીલમબેન ગોસ્વામી તેમજ PSI કવિતા બેન ઠાકરીયા અને પ્રિન્સિપાલ સોનલ બેન વંશ તેમજ સચિવ નિધિ બેન શાહ,મહિલા સંયોજીકા નિવેદિતા બેન જોશી તેમજ ભારત વિકાસ પરિષદના તમામ મહિલા સહસંયોજિકા બહેનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સિગ્મા સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા સંયોજિકા નિવેદિતાબેન જોશી દ્વારા અતિથિ વિશેષ નું સ્વાગત તેમજ સ્વામી વિવેકાનંદનું પુસ્તક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. આભાર વિધિ સિગ્મા સ્કૂલના પ્રિન્સિપાલ સોનલબેન વંશ દ્વારા કરવામાં આવી હતી…આ બાલિકા દિવસના અનુસંધાને સિગ્મા પ્રાથમિક/ માધ્યમિક શાળાની બાલિકાઓ ને સાયબર ક્રાઇમ ની માહિતી આપી હતી. 170 વિદ્યાર્થીઓને સુરક્ષા લક્ષી માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ વિશે માનનીય ડીવાયએસપી નીલમ બેન ગોસ્વામી દ્વારા સુરક્ષા માટેના ફોન નંબર પણ આપવામાં આવ્યા હતા .
સંપૂર્ણ કાર્યક્રમ નું માર્ગદર્શન ભારત વિકાસ પરિષદના પ્રમુખ આદરણીય કમલેશભાઈ ખોખરી દ્વારા થયું હતું સિગ્મા સ્કૂલની વિદ્યાર્થીની જાનવી પાણખાણીયા દ્વારા કરાટે સ્ટંટ નો લાઈવ ડેમો અપાયો હતો, બાલિકાઓએ આ કાર્યક્રમ ઉત્સાહભેર માણ્યો હતો તેમજ ચર્ચાઓ દ્વારા પ્રશ્નોત્તરી થી સંપૂર્ણ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં કેડબરી ચોકલેટ દ્વારા દરેક બાલિકા નું મીઠું મોઢું કરાવ્યું હતું..
સિગ્મા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સોનલબેન વંશ તેમજ હેડ ટીચર હેતલબેન ગોઢાણીયા દ્વારા માહિતગાર કરી સંપૂર્ણ રીતે સહયોગી બન્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલ ભારત વિકાસ પરિષદના સચિવ નિધીબેન શાહ મહિલા સયોજિકા નિવેદિતાબેન જોષી પરિષદના બધા જ મહિલા સહસંયોજિકા સિગ્મા સ્કૂલના ટ્રસ્ટી પ્રિયંક ભાઈ ભૂતિયા,શિક્ષક સ્ટાફ નો આભાર વ્યક્ત કરેલ હતો.
