૧૪૯૫ કિ.ગ્રા. હેરોઈન સાથે પકડાયેલ આરોપીઓને હાઈકોર્ટમાંથી રાહત – સજા સ્થગિત કરી જામીન મંજુર

વિશિષ્ટ NDPS કોર્ટ, પોરબંદર ધ્વારા જાહેર કરાયેલા ઔપચારીક રીતે કડક દંડના વિરૂધ્ધમાં દાખલ કરાયેલા ફોજદારી અપીલમાં ગુજરાત હાઈકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને દોષિત સુજીત તિવારીની સજા હાલ સ્થગિત કરીને જામીન પર મુકત કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ ઈલેશ જયંતિભાઈ વોરા તથા માનનીય ન્યાયમૂર્તિ પી. એમ. રાવલની ખંડપીઠે આ આદેશ આપ્યો છે.

બનાવની ટૂંકમાં હકિકત જોતાં ગત તા.૨૯/૦૭/૨૦૧૭ ના રોજ ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદર નજીક પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારીને લઈને પનામા ફલેગવાળી શિપ “MV હેનરી” જડપી હતી, જેમાં લગભગ ૧૪૯૫ કિ.ગ્રા. નશીલા પદાર્થો પૈકી અંદાજે ૧૦૦૦ કિ.ગ્રા. હિરોઈનના લગભગ ૫૦૦ કિ.ગ્રા. જેટલું મોર્ફીન મળી આવ્યા હતાં. આ કેસમાં કુલ-૧૩ આરોપીઓ સામે તપાસ થયા બાદ વિશિષ્ટ એનડિપીએસ કોર્ટ પોરબંદરે કેટલાકને ૨૦(વીસ) વર્ષની કઠોર કેદ અને અન્યને ૧૦ વર્ષની કઠોર કેદ અને દંડની સજા ફટકારેલી હતી. સુજીત તિવારી આરોપી નં.૯ તરીકે તેના ભાઈ કેપ્ટન સુપ્રિત તિવારી સાથે સાથ સહકાર અને ષડયંત્રના આરોપ હેઠળ દોષિત ઠેરવાયો હતો. તેથી અરજદાર તરફે વકિલશ્રીની મુખ્ય દલીલો રજુ કરવામાં આવી, જેમ કે દોષિત એ શિપ પર હાજર જ ન હતો, તેમજ કોઈપણ નશીલા પદાર્થોનો કબજો તેની પાસેથી મળેલ ન હોય, તેમજ ટ્રાયલ કોર્ટ ઘ્વારા ટેકનીકલ રીતે ત્રુટિપૂર્ણ પુરાવા પર આધાર રાખવામાં આવેલ હતો. જેમ કે, કોલ ડિટેઈલ્સ રેકર્ડ અને વોટસએપ મેસેજને પુરતી કાયદેસરતા પ્રમાણપત્ર વિના સ્વિકારી લેવામાં આવેલ હતાં. ભારતના સુપ્રિમકોર્ટના મહત્વપુર્ણ ચુકાદાઓ મુજબ Section 65(B)(4) હેઠળ પ્રમાણપત્ર વિના ઈલેક્ટ્રોનિક પુરાવા માન્ય ગણાતા નથી. તથા આરોપી અત્યાર સુધી ૩(ત્રણ) વર્ષ જેટલો સમય જેલમાં (વિતાવી) મુકયો છે અને ફોજદારી અપીલ ટૂંકા સમયમાં સંપૂર્ણપણે સુનાવણી માટે આપવાની શકયતા ખુબ જ ઓછી છે, જેવી વિગેરે રજુઆતોને ધ્યાને લઈ માનનીય ન્યાયમુર્તિશ્રીઓએ ટ્રાયલ કોર્ટની સજા વિરૂધ્ધ અપીલ પેન્ડીંગ રહેતી દોષિત સજા સ્થગિત કરી અને રૂા. ૧૦,૦૦૦/- ના અંગત બોન્ડ અને શ્યોરિટીની શરતે જામીન પર મુકત કરવા ઓર્ડર કરેલ.

આ કેસમાં આરોપી વતી નામાંકિત ધારાશાસ્ત્રી સલિમ જોખિયા, સરફરાઝ જોખિયા, વારિસ એમ. જુણેજા, રમેશભાઈ ગોહેલ, હસેન શેખ તથા હાઈકોર્ટના વિશાલ કિશોરભાઈ આનંદજીવાલા તથા જાલસોલિ ઉનવાલા રોકાયેલ હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!