
પોરબંદર માં આતશબાજી સાથે “નમો પોરબંદર કપ ” રાત્રી પ્રકાશ ક્રિકેટ મેચ નો દબદબાભેર પ્રારંભ



તારીખ 8-10-2022 શનિવાર થી માધવાણી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે રાત્રે 8 વાગ્યાથી રાત્રી પ્રકાશ ટેનિશ ટુર્નામેન્ટ “નમો પોરબંદર કપ” ભવ્ય આતશબાજી સાથે દબદબાભેર પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા”નમો પોરબંદર કપ” નો પ્રારંભ કરાવ્યો હતો .આ ટુર્નામેન્ટના આયોજક ડો. આકાશ રાજશાખા એ જણાવ્યું હતું કે યુવાનો માં ક્રિકેટ પ્રત્યે વધુ રુચિ છે અને રમત ગમત ક્ષેત્રમાં યુવાનો આગળ આવે એ હેતુ થી આ નમો પોરબંદર કપ નું આયોજન કરાયું છે જેમાં પોરબંદર જિલ્લા અને ગામડા ની કુલ 32 જેટલી ટિમો એ ભાગ લીધો છે .8 ઓક્ટોમ્બર થી શરૂ થયેલ આ કપ માં 17મી ના રોજ સેમી ફાઇનલ અને 18 ઓક્ટોમ્બર ના રોજ મેગા ફાઇનલ યોજાશે વિજેતાઓ ને અઢળક ઇનામો પણ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે જ્યારે પોરબંદર ના સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયા એ હાથમાં બેટ લઈ બોલ ફટકારી યુવાનો ને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સાંસદ રમેશ ધડુકે આ યુવાનો નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી તો આવનારી ચૂંટણી માં ભાજપ કેવી બેટિંગ કરશે તેવો પ્રશ્ન પૂછતાં ધારાસભ્ય બાબુ બોખીરિયા એ ભાજપ દ્વારા ચૂંટણી માં બેટિગ ની તમામ તૈયારી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને પોરબંદર માં ભાજપ ધુવાધર બેટિંગ કરશે તેમ જણાવ્યું હતું .

