પોરબંદરની પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલયનું શ્રેષ્ઠ પરિણામ

પોરબંદર, તા. ૨૧ : પોરબંદરમાં પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ વિદ્યાલયમાં ધોરણ ૧૦ તથા ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સીબીએસઈનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૭ વિદ્યાર્થી માંથી તમામ પાસ થયા છે. જેમાં ૯૭.૨% સાથે દીપાબેન રાઠોડએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ૯૪.૪% સાથે સિદ્ધાર્થ સોલંકી દ્વિતીય સ્થાને તથા નિતેશએ ૯૩.૨% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૭ માંથી ૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં રિદ્ધિ ઓડેદરાએ ૯૨.૬ % અને શ્યામ બોખીરીયાએ ૯૨.૬% સાથે પ્રથમ અને ઉદય પરમારે ૯૧% સાથે દ્વિતીય તેમજ સિદ્ધાર્થ જાદવે ૮૯.૮ % સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. તેવી જ રીતે ધોરણ ૧૦માં ૭૯ માંથી ૭૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં કૃપા બંધીયા એ ૯૨.૬% સાથે પ્રથમ, જય કરાંગીયાએ ૮૮.૮% સાથે દ્વિતીય અને નિધિ ખૂટીએ ૮૭% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાલયના આચાર્ય આર.એલ. કુમાવતે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
