પોરબંદર સ્વ. ભાગ્યવિજયભાઈ હિંમતલાલ દવે તથા સી.એસ.સી. સેનેટરનું ઉદઘાટન

પોરબંદર બ્રહ્મસમાજના યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પૂર્વ કન્વીનર, ફુડ કોર્પોરેશન ઑફ ઈન્ડીયાના પૂર્વ ડાયરેકટર એવા નિરવભાઈ દવે દ્વારા પોરબંદરના એમ.જી.રોડના ધ્રુવ આર્કેડ ખાતે પ્રથમ માળે તેમના સ્વ. પિતાશ્રી ભાગ્યવિજયભાઈ હિંમતલાલ દવે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ તેમજ આ કાર્યાલય ખાતેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લગતી તમામ યોજનાના ફોર્મ ભરી આપવામાં આવશે તથા તેને લગતા કાર્ડ, ધોરણ ૧ થી ૮ માં પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરવામાં માટે આર.ટી.ઈ. અંતર્ગત ફોર્મ પણ વિના મુલ્યે ભરી આપવામાં આવશે આ સાથે તેમના કાર્યાલય ખાતે સી.એસ.સી. સેન્ટરનું પણ ઉદઘાટન કરવામાં આવેલ,

જે શુભ પ્રસંગે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રેમશંકરભાઈ જોષી, મહામંત્રી ગિરીશભાઈ વ્યાસ, પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના ચેરમેન શૈલેષભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજના શહેર પ્રમુખ ઉદયભાઈ ભાભા, મહામંત્રી દેવેન્દ્રભાઈ પંડયા, મંત્રી દેવવ્રતભાઈ જોષી, શ્રીધરભાઈ પુરોહિત, અશ્વિનભાઈ ઠાકર, રમણીકભાઈ પુરોહિત, જીતેન્દ્રભાઈ દવે, વેણુભાઈ પોરીયા, ભાજપ મહિલા પ્રમુખ મીતાબેન થાનકી, ચેતનાબેન તિવારી, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર તથા પોરબંદર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલભાઈ ગોહેલ, પ્રદેશ સંયોજક કપિલભાઈ કોટેચા, સહિત ભાજપ તથા સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!