પોરબંદરમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધા સમ્પન્ન
પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય તરણસ્પર્ધા સમાપન 8 જાન્યુઆરી ના રોજ થયું હતું છે.આ સ્પર્ધામાં ભારત ભરમાં થી ગુજરાત તથા અલગ અલગ રાજ્ય સહિત ના 594તરવૈયાઓએસમુદ્રમાં ઝંપલાવ્યું હતું.
સમુદ્રમાં તરણ પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્સ્ટસ ની મજા માણી શકે તે માટે શ્રી રામ સીસ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા સીસ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તા. 7 અને 8 જાન્યુઆરીના રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં આજે રવિવારે આ સ્પર્ધા સંપન્ન થઈહતી. ભારતભરમાંથી તરવૈયાઓ સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાયા હતા. રવિવારે 1કિમી અને 5 કિમીની સ્પર્ધા યોજાઇ હતી.જેમાંસુરતના સ્પર્ધકોનો દબદબો જોવા મળ્યો હતો. આ સ્પર્ધા દરમ્યાન રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. ઉત્સાહભેર તરવૈયાઓએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.
વિજેતાઓને ઇનામોની વણજાર
પોરબંદરમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં પાંચ કિલોમીટર એક કિલોમીટર જેમ અલગ અલગ કેટેગરી વાઇસ સ્પર્ધા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ સ્પર્ધકોમાં વિજેતા ઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા
સમુદ્રમાં 72 વર્ષીય સિનિયર સિટીઝન સ્પર્ધક નું એટેક આવતાં મોત
સ્પર્ધામાં મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ ખાતે રહેતા સિનિયર સિટીઝન ક્યારે લાલ વસંતલાલ જખોડીયા નામના 72 વર્ષ ની ઉંમર સીનીયર સીટીઝન સ્પર્ધા કે સમુદ્રમાં જમ્પ લાવ્યો હતો ત્યારે એકાએક સમુદ્રની વચ્ચે તરતા હતા તે દરમિયાન એટેક આવી જતા તેઓ પાણી પી ગયા હતા અને આ બાબતની જાણ થતા રેસ્ક્યુ ટીમે તેને તાત્કાલિક બહાર કાઢી તબીબી સારવાર આપી હતી અને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવના પગલે તેમના પરિવારમાં પણ શોક નુ મોજું ફરી વળ્યું હતું શ્રી રામ સી સ્વિમિંગ કલબ ના પ્રમુખ દિનેશ પરમારે પણ આ બાબત મેં લઈ શોક વ્યક્ત કર્યો હતો .