કેન્દ્ર સરકારે ઓકસીજનની ઉપલબ્ધતા વધારવા જાહેર આરોગ્ય સુવિધા કેન્દ્રોમાં 162 ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થાપવાની મંજુરી આપી

(ફાઇલ ફોટો )કેન્દ્ર સરકારે તબીબી સારવારમાં ઉપયોગી ઓકસીજનની ઉપલબ્ધતા વધારવા જાહેર આરોગ્ય સુવિધા કેન્દ્રોમાં 162 ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થાપવાની મંજુરી આપી છે. આ 162 ઓક્સિજન ઉત્પાદન એકમો કાર્યરત થતા દેશમાં ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતામાં 154 મેટ્રિક ટનનો વધારો થશે. આ પૈકી 33 ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થાપવામાં આવ્યા છે. જેમાં પાંચ મધ્યપ્રદેશમાં, 4 હિમાચલ પ્રદેશમાં, એવી જ રીતે ગુજરાત, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં દરેકમાં 3, બિહાર, કર્ણાટક અને તેલગાણામાં દરેકમાં બે જ્યારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પુદુચેરી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં દરેકમાં એક ઓક્સિજન એકમ સ્થાપવામાં આવ્યું છે. આગામી મે મહિનાના અંત સુધીમાં વધુ 80 ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થપાશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!