વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) પોરબંદરના યુથ વિંગ ચેરપર્સન તરીકે આકીબ હામદાણી ની નિમણુંક

શિક્ષણ સાથે સંકળાયેલા સક્રિય યુવાન ની નિમણુંક થતા સમાજ માં ખુશીની લાગણી: આકીબ હામદાણી પર અભિનંદનની વર્ષા

વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) પોરબંદરના યુથ વિંગ ચેરપર્સન તરીકે આકીબ હામદાણીની નિમણુંક કરવામાં આવતા મેમણ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) ના પ્રમુખ ડો. હસીન અઘાડી વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) ગવર્નિંગ બોર્ડ મેમ્બર અને પોરબંદરના જાણીતા અગ્રણી ફારૂકભાઈ સુર્યા અને યુથ વિંગ ના પ્રમુખ યામીન થારા એ અભિનંદન પાઠવી જણાવ્યું છે કે, વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) માં વધુ માં વધુ યુવાનો જોડાઈ અને સમાજ ના ઉત્થાન માટે સક્રિય પ્રયાસો કરશો અને કિંમતી સમય, વિચારો અને સૂચનો સાથે અમારી સંસ્થાના સામાજિક કાર્ય માટે તમારો કિંમતી સમય ફાળવશો તેવી આશા વ્યક્ત કરી છે.
આકીબ હામદાણીની આ નિમણુંક બદલ વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન (WMO) ના મેમ્બર અને પોરબંદરના જાણીતા અગ્રણી ફારૂકભાઈ સુર્યા એ પણ શુભેચ્છાઓ પાઠવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!