ચોટીલા માં આપઘાત કરનાર પોરબંદરના બુટલેગરના ઘરે પાડોશી મહિલાનો મૃતદેહ મળ્યો

રહસ્યમય રીતે મૃતદેહ મળતા પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ

મૃતક કંચન બેન બળેજા બે દિવસ થી ગુમ હતા

આજે સવારે કંચન બેન ગુમ થયાની ફરિયાદ તેના પતિ અશ્વિનભાઈએ નોંધાવી હતી

આજે સવારે ચોટીલા માં ત્રીકમ ઊર્ફે મુન્ના નો મૃતદેહ મડયો હતો અને ત્યાર બાદ આજે સવારે કંચનબેન અશ્વિનભાઈ બળેજા નામની મહિલા ગુમ થયા ની જાણ પોલીસને તેના પતિએ કરી હતી . ત્યારબાદ પોરબંદર પોલીસે મુન્ના નું પોરબંદર નું ઘર ખોલતા તેમાંથી કંચન બેન નો મૃતદેહ મળી આવ્યો હતો કંચનબેન નો મૃતદેહ લોહી લુહાણ અને કોહવાયેલ હાલતમાં મળતા અનેક તર્ક વી તર્ક સર્જાયા છે ત્યારે મુન્નાના ઘરે સીસીટીવી કેમેરા હોય આ સીસીટીવી કેમેરાના પણ લેવામાં આવશે અને તપાસ કરવામાં આવશે ત્યારબાદ જ આ ઘટનાનું રહસ્ય ખુલશે તેમ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી એ જણાવ્યું હતું

પોરબંદરના નામચીન બુટલેગરના ઘરમાંથી મળેલ પાડોશી મૃતક કંચનબેન અશ્વિનભાઈ બળેજાને બે દીકરીઓ છે અને અશ્વિનભાઈ મજૂરી કામ કરે છે જ્યારે બુટલેગર ત્રિકમ ઉકાભાઇ ચાવડા ઉર્ફે મુન્ના ને એક પત્ની તથા બે દીકરીઓને એક દીકરો છે હાલ આ બંને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આ અંગેનું રહસ્ય હકીકત સામે આવ્યા બાદ જ ખબર પડશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!