પોરબંદર ખીજડિપ્લોટ ગાર્ડન-શૌચાલય વિવાદ મામલે રહેવાસીઓ દ્વારા હાઇકોર્ટ ના દ્વાર ખખડાવ્યા
સુનાવણી ની આગામી તારીખ સુધી શૌચાલય ની વિવાદિત જગ્યા એ બાંધકામ ન કરવા હાઇકોર્ટ નો આદેશ

વધુ સુનાવણી તા. 21/9/2023 ના હાથ ધરાશે
પોરબંદર ના ખીજડિપ્લોટ ગાર્ડન-શૌચાલય મામલો ખુબ જ લંબાયો છે અને આ મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. સ્થાનિક રહેવાસીઓ વતી સાગર મોદી એ અરજી દાખલ કરી છે જે અનુસંધાને સુનાવણી ની આગામી તારીખ સુધી શૌચાલયના બાંધકામ બાબતે કોઈ પગલાં ન લેવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તેમજ વધુ સુનાવણી તા. 21/9/2023 ના રાખવામાં આવી છે.
હાઇકોર્ટ ના સિનિયર અને વિદ્વાન એડવોકેટ મિતુલ શેલત અને એડવોકેટ જય ઠક્કર મારફતે ગુજરાત હાઇકોર્ટ માં તા 6/9/2023 ના રોજ પોરબંદર ના ખીજડિપ્લોટ ગ્રાઉન્ડ માં બની રહેલ ગાર્ડન શૌચાલય બાબતે વિગતવાર અરજી દાખલ કરવામાં આવી હતી. રહેણાંક મકાન ની નજીક શૌચાલય બનાવવામાં આવી રહ્યો છે તે બાબતે ન્યુસન્સ સહીત ની બાબતો ધ્યાને લેવા અરજ કરવામાં આવી હતી. તેમજ શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવાવમાં આવેલ સ્ટે અને તેને અચાનક અરજદારો ને સાંભળ્યા વગર ઉઠાવી લેવામાં આવેલ હોવાથી તે બાબતે પણ વિગતવાર દલીલો અને રજૂઆતો કરવામાં આવી હતી. તે ઉપરાંત પ્રાદેશિક કમિશનર ના હુકમ અનુસંધાને પણ વિગતવાર દલીલો રજુ કરવામાં આવી હતી. બંને પક્ષે તમામ દલીલો અને રજૂઆત ને ધ્યાને લય હાઈકોર્ટ ના જજ દ્વારા સુનાવણી ની આગામી તારીખ સુધી શૌચાલય ની વિવાદિત જગ્યા એ બાંધકામ ન કરવા આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી તા. 21/9/2023 ના હાથ ધરાશે.
આમ ખીજડિપ્લોટ શૌચાલય મામલો હવે જુદા જુદા વિભાગો બાદ હાઈ કોર્ટ સુધી પહોંચ્યો છે અને આ મામલે હજુ વધુ લાંબી લડત ચાલે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
