થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની અછત ન સર્જાય તે માટે બાલા હનુમાન ગ્રુપ ના સભ્યોની અનોખી પહેલ

🩸 પોરબંદરની આશા બ્લડ બેન્ક ને જ્યારે રક્તની જરૂર ઉભી થાય ત્યારે રક્ત આપવા ગ્રુપના 211 વ્યક્તિઓ એ કર્યો નીર્ધાર

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અવાર-નવાર રક્ત ની અછત ઉભી થતી હોય છે અને તેના માટે અવારનવાર રક્તદાન કેમ્પ ના આયોજન પણ થાય છે, આમછતાં કેમ્પ માં લોહી આપી દીધા બાદ રક્ત ની અછત સમયે રક્તદાતાઓ મળતા નથી ત્યારે પોરબંદર બાલા હનુમાન ગ્રુપ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે.
બાલા હનુમાન ગ્રુપ ના 211 સભ્યો એ બાલા હનુમાનજી ની સાક્ષી એ આશા બ્લડ બેન્ક પોરબંદર ને નામ અને નમ્બર નું લિસ્ટ અર્પણ કરી ખાતરી આપી છે કે, મહારક્તદાન કેમ્પ ના 3 મહિના બાદ ફરી જ્યારે રક્ત ની અછત ઉભી થશે ત્યારે ગ્રુપ ના સભ્યો જરૂર પ્રમાણે લોહી આપશે.
અત્રે નોંધનીય છે કે , હનુમાન જ્યંતી નિમિતે બાલા હનુમાન ગ્રુપ દ્વારા દર વર્ષે મેગા બ્લડ ડોનેશન માં મોટીમાત્રા માં રક્ત જુદી જુદી બ્લડ બેન્ક ને આપવામાં આવે છે, આમ છતાં લોહીની અછત સર્જાતી હોવા છતાં આ નવતર પહેલ હાથ ધરવામાં આવી છે, અને રક્તદાન કેમ્પ ના 3 માસ પછી ફરી ને બાલા હનુમાન ગ્રુપ ના રક્તદાતાઓ રક્ત આપશે તેવી ખાતરી આપવામાં આવતા આ માનવતાવાદી પ્રવૃત્તિ ની ચોમેર પ્રશંશા થઈ રહી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!