પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ ક૫-૨૦૨૩ યોજાયો

શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૩ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ ટુર્નામેન્ટ મા ૩૨ ટીમો એ ભાગ લીધેલ હતો. તા. ૦૯-૦૪-૨૦૨૩ રવિવાર ના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ જેમાં ફાઈબર ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની હતી. ઉપસ્થિત આગેવાનો વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ, બોટ એસો.ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તથા ક્મીટી મેમ્બરશ્રીઓ,
પુર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ, પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી, સપ્લાયર્સ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરઓ, સેફ્રોન રેસ્ટોરેન્ટ ના અજયભાઈ મોતીવરસ, સીલ્વર સી ફુડ ના વિરેન્દ્રભાઈ જુંગી, અમર ગૃપ ઓફ પોરબંદર ના પરમભાઈ પાંજરી તથા ઉપસ્થિત સર્વે આગેવાનો ના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. ૧૧,૦૦૦/ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. ૫,૫૦૦ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. તેમજ
મેન ઓફ ધ મેચ – અજય ગોહેલ, મેન એફ ધ સીરીઝ – રોનક લોઢારી, બેસ્ટ બોલર – રમેશ જુગી,
બેસ્ટ બેસ્ટમેન – રોનક લોઢારી, અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ટીમ ને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનો ને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી સન્માનપત્ર મોમેન્ટો આપવામા આવેલ હતા.

ખેલાડીઓ મા એકતા-ભાઈચારા ની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ.આ ટુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્રારા આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવવામા આવેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!