અમદાવાદમાં ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ – બહેનોને વિદેશ કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ અપાશે

પોરબંદર જિલ્લાના રસ ધરાવતા ટેનીસ રમતના ખેલાડીઓને તા. ૨૪ નવેમ્બર સુધીમાં રજીટ્રેશન કરાવવા જણાવ્યું
પોરબંદર, તા. ૨૦
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગજરાત અને અલ્ટેવોટ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સીટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન નિવાસી કેન્દ્ર શરુ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું છે. જે અનુશંધાને શુકન ૬, સાયન્સ સીટી રોડ, સોલા અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોટ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સીટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ – બહેનોની પસંદગી વિદેશ કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા. ૨૫/૧૧/૨૦૨૪ થી ૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા. ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મ નો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા જણાવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે યુનિવર્સીટી info@altevol.com અને મોબાઇલ નંબર ૯૯૭૮૯૭૧૯૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
