Watch “સુરક્ષા એજન્સીઓ સાથે પોરબંદર માં ઓપરેશનસાગર સુરક્ષા કવચ નો પ્રારંભ” on YouTube
સુરક્ષા એજન્સીઓ સાથે પોરબંદર માં ઓપરેશનસાગર સુરક્ષા કવચ નો પ્રારંભ
26/11 હુમલા બાદ સમુદ્ર ની સુરક્ષા માં કરાયો હતો વધારો
સુરક્ષા એજન્સી ઓ માં સંકલન વધુ મજબુત રહે તેવો સરકારનો હેતુ
ડ્રોન હુમલા નો સામનો કરવા સુરક્ષા એજન્સીઓ ને તાલીમ અપાઈ
પોરબંદર જિલ્લા માં 471 પોલીસ જવાનો તૈનાત કરાયા
સમગ્ર રાજ્યમાં દરિયા કિનારા ધરાવતા જિલ્લાઓમાં તમામ સુરક્ષા એજાઓ એજન્સીઓની સંયુક્ત કવાયત અંતર્ગત ઓપરેશન સાગર સુરક્ષા કવચ 11 અને 12 એપ્રિલના 48 કલાક સુધી ચાલશે બે દિવસ સુધી બાર જિલ્લામાં કોરના કાળ ના ત્રણ વર્ષ બાદ સાગર સુરક્ષા કવચ ઓપરેશન હાથ ધરાયું છે
ગુજરાત રાજ્ય નો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે રમણીય લાગતો દરિયા કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ભૂતકાળમાં બનેલી અનેક એવી ઘટનાઓ છે જે સાબિત કરે છે જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે 26 11 નો હુમલો જેમાં ગુજરાતના દરિયાકિનારોનો ઉપયોગ થયો છે તેથી ફરી આવા બનાવો ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે જેને લઈને પોરબંદરમાં પણ આ સાગર સુરક્ષા કવચ નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને બે દિવસ સુધી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
26/11 ના હુમલાબાદ દરિયા કિનારા ની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહીં હોવાનું એક તારણ આવ્યું હતું જે બાદ કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે રાખી કવાયત હાથ ધરવામાં આવે છે જેમાં કોસ્ટગાર્ડ ,જીએમબી મરીન પોલીસ ,આઈબી,ફિશરીઝ આ ઓપરેશનમાં જોડાય છે. ત્યારે આ વર્ષે ડ્રોન હુમલા ને કેવી રીતે સામનો કરવો તે પ્રકારની પણ તાલીમ અપાય છે અને સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયા કિનારા પર અને દરિયા ની મધ્યમાં માં પણ યોજાય છે તમામ સુરક્ષા એજન્સીય વચ્ચે સંકલન રહે તે હેતુથી આ આયોજન કરાય છે તેમ સીટી ડીવાયએસપી પોરબંદર નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું