દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના હેડક્વાર્ટર ખાતે
કમાન્ડરની પરિષદ યોજાઈ

         

અમદાવાદ : ગાંધીનગરમાં આવેલા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના હેડક્વાર્ટર ખાતે 28 એપ્રિલ 2023ના રોજ એક દિવસીય કમાન્ડરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં SWACના કમાન્ડરો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહ AVSM VSM દ્વારા પરિષદને સંબોધિત કરવામાં આવી હતી. એર માર્શલે તેમના સંબોધન દરમિયાન, સૌએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ટકાઉક્ષમ પ્રોફેશનલ કાર્યક્ષમતાના મુખ્ય ક્ષેત્રો પર ફરીથી ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુના સરળ સમાવેશને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા એક્સ-એકલવ્ય દરમિયાન શ્રેષ્ઠ ફાઇટર સ્ક્વૉડ્રન માટે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. એરફોર્સ સ્ટેશન જોધપુર સ્થિત સ્ક્વૉડ્રનને શ્રેષ્ઠ એકલવ્ય ફાઇટર સ્ક્વૉડ્રન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પરિચાલન, વહીવટ અને જાળવણીની શાખાઓના વરિષ્ઠ અધિકારીઓએ તેમની સંબંધિત શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!