ચોપાટી ખાતે નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટીશનમાં પયોનિયર કલબ દ્વારા રોગપ્રતિકારક શક્તિ માટે ઉકાળા/રજવાડી કાવાનું વિતરણ કરાયું


પોરબંદર ને આંગણે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તા.૭ અને ૮ જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટીશનનુ આયોજન કરવામાં આવેલ.
પોરબંદર માં સેવાકીય કાર્યોમાં સદા અગ્રેસર એવી સંસ્થા પાયોનિયર ક્લબ પોરબંદર,પાયોનિયર લેડીઝ વીંગ અને સાગરપુત્ર સમન્વય પોરબંદર આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત કોરોનાની મહામારી અને શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની ઋતુમાં તા.8/1/2023 ને રવિવારે સવારે 6:00 થી 10:00 વાગ્યે સુધી જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા તરણ સ્પર્ધકોને આવકાર્યા હતા અને ચોપાટી ખાતે આવેલ સર્વે સ્પર્ધકો તથા શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિ માટે ઉકાળા/રજવાડી કાવાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ઉકાળા/રજવાડી કાવાનું વિતરણ 700 જેટલા વ્યક્તિઓને કરવામાં આવ્યું હતુ.આ ઉકાળા/રજવાડી કાવાનું વિતરણમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી.પોરબંદર નો પણ સહયોગ મળેલ છે તે બદલ બદલ ક્લબના પ્રમુખશ્રી એ તેમનો આભાર વ્યક્ત કરેલ છે.
સ્થળઃ
લોર્ડસ હોટેલ ની બાજુમાં
ચોપાટી,પોરબંદર.
તા.8/1/2023
સમય સવારે 6:00 થી 10:00
પ્રોજેક્ટ ચેરમેન હેતલબેન થાનકી.
આ અવસરે ક્લબના મેમ્બર્સ હરજીવનભાઈ કોટીયા,જ્યેન્દ્રભાઈ ખુંટી,હિતેન્દ્રસિંહ જાડેજા,અલ્પેશભાઈ મકવાણા,હાર્દિકભાઈ,રાજ થાનકી,દીપાબેન ચાવડા, હેતલબેન થાનકી,દીપાબેન પલાણ વગેરે એ હાજરી આપી હતી.
આ આયોજન ના સ્પોન્સર શ્રી પ્રવિણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે.
