પેબલ વર્ક માટે જાણીતા આર્ટિસ્ટનો
અમદાવાદ ખાતે તા.૩૦ સુધી આર્ટ શો યોજાશે
શહેરની જનતા અને કલાપ્રેમીઓ સાંજે ૪ થી ૮ સુધી પ્રદર્શન વિનામૂલ્યે નિહાળી શકશે
અમદાવાદ,૨૮. અંદાજે ૧૫ વર્ષથી પક્ષીઓનું ચિત્રકામ કરતા અને પેબલ વર્ક માટે અનેક પુરસ્કાર સન્માનિત પોરબંદરના વિનીશા રૂપારેલનું અમદાવાદ યુનિવર્સિટી રોડ પર આવેલા કે. એલ. કેમ્પસ હઠીસિંગ સેન્ટર નવરંગ પૂરા ખાતે તા.૨૬ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી સાંજે ૪ કલાકથી સાંજે ૮ કલાક સુધી આર્ટ શો યોજાઈ રહ્યો છે. જેમાં કલા પ્રેમીઓ તથા તમામ લોકો માટે નિશુલ્ક પ્રવેશ રખાયો છે. અલગ અલગ દેશના જાણીતા પશુ પક્ષીઓનું પ્રદર્શન નિહાળવું એ એક લ્હાવો છે. નવોદિત કલાકારો પ્રેરણા પણ મળે. તાજેતરની આ રચનાઓ માટેની પ્રેરણા ૧૯ મી સદીના મહાન પક્ષીવિષયક કલાકારો જેમ કે જ્હોન જેમ્સ ઓડુબોન અને જ્હોન ગોલ્ડ પાસેથી વિનીશા બેનને મળી છે. કલાકારે કહ્યું કે, હું કેનવાસ પર એક્રેલિકમાં આ અસાધારણ જીવોના પાત્ર અને સૌંદર્યલક્ષી ગુણોને કેપ્ચર કરવાનો પ્રયાસ કરું છું.
કલા પ્રત્યેનો મારો જુસ્સો વાસ્તવિક આર્ટવર્ક બનાવવા અને અન્ય લોકોને કલા પ્રત્યેના તેમના જુસ્સાને આગળ વધારવા માટે પ્રેરિત કરવાના મારા સમર્પણમાં સ્પષ્ટ છે. એક કલા શિક્ષક તરીકે, હું કલાકારોની આગામી પેઢીને તેમના જુસ્સાને અનુસરવા અને કલા જગતમાં તેમની છાપ બનાવવા પ્રોત્સાહિત કરું છું.