પોરબંદર ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાન શરૂ


ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ થી અભ્યાસ માટે નવી-નવી યોજનાઓ શરૂ થઈ રહી છે, જેમા જ્ઞાનશકિત રેસીડેન્શિયલ સ્કુલસ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલસ, જ્ઞાનસેતુ ડે સ્કુલસ, રક્ષાશકિત સ્કુલ્સ જેવી સ્કુલોનો સમાવેશ થાય છે. આ શાળાઓમા ગુજરાત રાજ્ય ના સરકારી શાળાઓમા અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ આપવામા આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખુ, રેસીડેન્શિયલ સ્કુલસમા નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામા આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનુ સંવર્ધન કરવામા આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામા આવશે. ઉપરોક્ત શાળાઓમા તેમજ મોડેલ સ્કુલ્સમા ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષમા ધોરણ ૬ મા પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તર ની કોમન પ્રવેશ પરીક્ષા તા. ૨૭-૦૪-૨૦૨૩ ના રોજ ગુજરાત સરકાર દ્વારા લેવાઇ હતી જે માટે પોરબંદર ખારવા સમાજ દ્વારા સરકારી સ્કુલોની રૂબરૂમા મુલાકાત લઈ ધોરણ ૫ મા અભ્યાસ કરતા ખારવા સમાજના વિધાર્થીઓ ને રાજ્યસ્તર ની કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે નુ સુંદર આયોજન કરવામા આવેલ હતુ. જેમા દિવાળીબેન નાથાલાલ ચેરીટબલ ટ્રસ્ટ ના સહયોગ થી ઓમ કૃપા ક્મ્પ્યુટર કલાસ મા ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ ને સતત ૨૦ દિવસ સુધી અનુભવી ટ્રેઈન શિક્ષકો જયશ્રીબેન કોટીયા, યાજ્ઞવલ્ક્ય ઈંગ્લીશ સ્કુલ ના ઈન્ચાર્જ કાજલબેન ખોખરી, શિક્ષક જીતુભાઈ ગોહેલ દ્વારા ટયુશન ક્લાસ કરાવવામા આવેલ અને તા. ૨૫-૦૪-૨૦૨૩ ના રોજ વિધાર્થીઓની પરીક્ષા લેવામા આવેલ હતી. પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ અને યાજ્ઞવલ્કય સ્કુલ ના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી ના સંપૂર્ણ સહયોગ થી આ શૈક્ષણિક અભિયાન ની શુભ શરૂઆત કરવામા આવેલી અને વિધાર્થીઓને તેમના સોનેરી ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામા આવેલ.

