આરોગ્ય ની સુવિધા અને અદ્યતન સાધનો દ્વારા આરોગ્ય સેવા સાથે સજ્જ થયું સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ .
પોરબંદર જિલ્લા નું રાણાવાવ તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હવે સુદ્રઢ આરોગ્ય સેવા ની સાથે સરકાર ની ગાઇડલાઈન મુજબ આધુનિક સુવિધાઓ થી સજ્જ થઈને રાણાવાવ શહેર અને તાલુકા ની જાહેર જનતા નાં આરોગ્ય સેવા નાં લાભાર્થે ખૂબ સારી રીતે સક્રિય થયું છે. અત્રે નાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ નાં અધિક્ષક ડૉ. મિલન .ડી. મુસાર અને તેમની મેડિકલ ઓફિસર ની ટીમ સ્ટાફ નાં સહયોગ થી હવે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ માં આધુનિક અદ્યતન મશીનો થી સજ્જ તમામ પ્રકારના ટેસ્ટ સુવિધા માટે લેબોરેટરી, બ્લડ સ્ટોરેજ ની સુવિધા, આધુનિક એક્સ રે મશીન, ડેન્ટલ વિભાગ, ફિઝીયો થેરેપી વિભાગ, એન સી ડી , આઇ સી ટી સી, ટીબી એચ આઇ વી પ્રોગ્રામ, અત્યંત આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ સેન્ટર ની સુવિધા. તમામ પ્રકારના મેડીસીન, સાથે હોસ્પિટલ નાં ઇન્ડોર દર્દી નાં સેવામાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ ઓકસીજન માટે સુવિધા, હોસ્પિટલ માં ફાયર સેફ્ટી ની સંપૂર્ણ સુવિધા, બાયો મેડિકલ વેસ્ટ સુપરવિઝન, સાથે સગર્ભા સંભાળ સેવા માટે ખીલ ખિલાટ અને જનરલ દર્દી માટે એમ્બ્યુલન્સ સેવા, હોસ્પિટલ ને ઇકો ફ્રેન્ડલી રાખવા અને ગ્લોબલ વોર્મિંગ થી બચાવવા પર્યાવરણ જાગૃતિ માટે ગ્રીન પ્લાન્ટ , બાગાયત અને નાના બગીચા નું નિર્માણ,
આ સાથે નિષ્ણાત ડોક્ટર ટીમ દ્વારા યોગ્ય અને ઝડપી નિદાન,૨૪ કલાક ઇમરજન્સી સેવા સગવડતા સાથે રાણાવાવ ની જાહેર જનતા માટે આ તમામ પ્રકારની આરોગ્ય સેવા માટે અત્રે નાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ નાં અધીક્ષક ડો મિલન ડી મુસા ર સાહેબ ની સક્રિય વહીવટ કુશળતા માર્ગદર્શન કુનેહ ખંત અને મહેનત અને ટીમ નાં સહયોગ ને ધન્યવાદ પાત્ર છે આ સાથે રાણાવાવ નું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હવે તમામ પ્રકારના આરોગ્ય સેવા માટે સજ્જ થયું .
દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.