પોરબંદરમાં હવસના શિકારીઓ પકડાયા

પોરબંદર, તા.૨૮ જુલાઈ:
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન હદમાં સગીર યુવતી સાથે ગેંગરેપનો ચકચારી ગુન્હો સામે આવ્યો બાદ પોલીસે માત્ર થોડા જ દિવસોમાં તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ આરોપીઓએ સગીરાને ફોસલાવી અપહરણ કરીને નશીલા પદાર્થ પીવડાવી, વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ યુવતીને શરીરિક અને માનસિક ઈજા પણ પહોંચાડેલી હતી. આરોપીઓએ ગુન્હાના પગલાં છુપાવવા બદલાવ બદલ્યા હતા અને કઇંક સમય સુધી અલગ અલગ સ્થળે છુપાતા ફરતા હતા.
પોરબંદર એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમો રચીને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરમાં ૩૦ CCTV કેમેરા અને ૬૫ હોટલ-ધાબા-પેજિંગ યુનિટોની તપાસ બાદ મુખ્ય આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરાને અમદાવાદના એસજી હાઈવે નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપીઓની વિગત:
- જયરાજ દિલીપભાઈ સુંડાવદરા (22) – જી.આઈ.ડી.સી. રેસીડેન્ટ, પોરબંદર
- મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ (22) – પીકનિક હાઉસ નં.2, એરપોર્ટ પાછળ, પોરબંદર
- રાજુ ઉર્ફે રાજ લખમણભાઈ મુળીયાસીયા (22) – આશાપુરા ચોક, પોરબંદર
- મેરગ ઉર્ફે મેરૂ જેઠાભાઈ સીંધલ (22) – બોખીરા, સતીઆઈના મંદિર પાસે, પોરબંદર
IPC અને પોક્સો એક્ટ હેઠળ આ ગુન્હો નોંધાયો: BNS કલમ 137(2), 123, 64(2)(A), 70(2), 115(2), 54 અને પોક્સો કલમ 4, 6, 8, 10, 17 હેઠળ ગુનો નોંધાયો છે.
સફળ ઓપરેશનમાં એલસીબીના PI આર.કે.કાંબરીયા તથા તેમની ટીમના અનેક જાંબાઝ અધિકારી-કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી.
