જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્રારા વાવાઝોડા સમયે રાખવાની તકેદારીઓ અંગે સૂચનો અપાયા
પોરબંદર.તા.૦૭, હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવેલ હોય જે અન્વયે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરની જાહેર જનતાને વાવાઝોડા સમયે કઈ કઈ તકેદારી રાખવા અંગે જરૂરી સુચનો આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:
૧. દુર્ગમ વિસ્તારોમાં વસતા કુંટુંબો ખાસ કરીને એક્લવાયુ જીવન જીવતા વૃધ્ધ–અસહાય વ્યકિતઓ નજીકની મામલતદાર કચેરી,ગ્રામ પંચાયત ક્ચેરી,તાલુકા પંચાયત,પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી પોતાની વિગત જણાવવી તથા આ કચેરીઓનો સંપર્ક જાળવી રાખવો.
૨. અફવા ફેલાવશો નહી,શાંત રહો,ગભરાટ કરશો નહી.
૩. રહેઠાણની મજબુતીની ખાતરી કરી લેવી તથા બાંધકામને લગતી ક્ષતીઓ દુર કરવી.
૪. બેટરીથી ચાલતા રેડીયો વા૫૨વા જેથી વાવાઝોડા અંગેની જાણકારી સહેલપૂર્વક પ્રાપ્ત થઈ શકે.
૫.જોખમી વિસ્તારમાં રહેતા નાગરિકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું અનિવાર્ય છે.
૬.સ્થળાંતર સમયે સામાન તથા ઢોરઢાંખરની સલામતીનું ધ્યાન રાખવું.
૭.ઢોરઢાંખરને ખૂંટાથી મુક્ત કરી રાખવા.
૮.માછીમારોએ દરીયામાં જવું નહી,બોટ સલામત સ્થળે લાંગરવી.
૯.અગરીયાઓ પણ સલામત સ્થળે જતા રહેવું.
૧૦.આશ્રય લઈ શકાય તેવા ઉચ્ચા સ્થળો ધ્યાને રાખવા.
૧૧.જરૂરિયાતની દવાઓની આશરે અઠવાડિયા સુધી ચાલે તેવી વ્યવસ્થા રાખવી.
૧૨. સુકો નાસ્તો,પાણી,ધાબળા,કપડાઓની પ્રાથમીક સારવારની કીટ સાથે રાખવી.
૧૩.અગત્યના ટેલીફોન નંબર સાચવીને રાખવા.
૧૪.પીવાનું પાણી બંધ વાસણોમાં સંગ્રહ કરી લેવું.
૧૫.ભારે પવન તથા વરસાદના સમયે વિજવાયર,ઈલેકટ્રીક થાંભલા,વૃક્ષો નીચે ઉભા રહેવુ નહી.
૧૬.સ્થળાંતરનો પ્રશ્ન ઉદભવે તો સલામત આશ્રયસ્થાન જેવા કે શાળાઓ,સમાજવાડીઓ, કોમ્યુનિટી હોલ વગેરે ખાતે આશ્રય લેવો. તથા જિલ્લા કંટ્રોલ રૂમ નંબર-૦૨૮૬-૨૨૨૦૮૦૦/૮૦૧ સાથે સંપર્કમાં રહેવું.
