લાયન્સ કલબ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી પ્રસંગે મહિલાઓને નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

ક્લબ બુલેટીન “દર્પણ”નું વિમોચન,

લાયન્સ કબ ક્લબ ની સ્થાપના,

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 08-03-2024 શુક્રવારના,રોજ લાયન્સ કલબ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ ગવર્નર (3232- J) MJF લાયન હિરલબા જાડેજાની શાહી રજવાડા રિવાજ મુજબ ઓફિસિયલી ક્લબ વિઝિટ તેમજ ક્લબ બુલેટીન “દર્પણ”નું વિમોચન,લાયન્સ કબ ક્લબ ની સ્થાપના, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી પ્રસંગે સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ મહિલાઓને નારી રત્ન એવોર્ડથી સન્માનિતના કાર્યક્રમ નું ભવ્ય આયોજન ગ્રાન્ડ દ્વારકાધીશ હોટેલ,પોરબંદર માં કરવામાં આવેલ….

આ તમામ મહેમાનોનું પરંપરાગત સૂતર માળા તથા ગુજરાતી ભાષાનું ગૌરવ જળવાય રહે તે હેતુસર ડો.સ્નેહલ જોશીનું “વમળ વચ્ચે”પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.

લાયન્સ કલબ પોરબંદર દ્વારા વર્ષ 2023-2024 દરમ્યાન આજ સુધી 320 સેવાકીય વિવિધ પ્રવૃતિઓ નો અહેવાલ બતાવવામાં આવેલ.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાએ પોતાના વ્યક્તવ્યમાં પ્રસંગને અનુરૂપ સ્ત્રી શક્તિ વિશે આજના સાંપ્રત સમયમાં સ્ત્રી ક્યાંથી ક્યાં પહોંચી અને લાયન્સ ઇન્ટર નેશનલ ક્લબના પ્રમુખ પદે ડો.પાટી હિલ મહિલા સ્થાન શોભાવે છે, સ્વયમ પોતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન નિધી શાહ મોઢવાડીયા બંને પદ ઉપર સ્ત્રી જ શોભાયમાન છે આ રીતે સ્ત્રીને એક તક આપવામાં આવે તો પોતાની તમામ શક્તિ લગાડી પ્રમાણિક પણે કામ કરી બતાવશે એવું જણાવ્યું હતું.
તમામ સેવાધારી ક્લબ મેમ્બર્સને પીન આપી નવાજવામાં આવેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાના વરદ હસ્તે પ્રેસીડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયાને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ ” મેડલ ” અને વિવિધ કાર્યો માટે પિન તથા પ્રમાણપત્ર આપી નવાજવામાં આવેલ…પ્રેસીડેન્ટે
પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાને પોતાની આગવી અલગ શૈલીથી સ્વાગત પ્રવચન સંગીતમય કરેલ…અને પોતાની મૌલિક વિચાર શૈલી મુજબ અનેરી ભેટ પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાને આપી હતી, સુવર્ણ નારી રત્ન એવોર્ડ આપેલ હતો.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા, રીજીયન ચેરમેન લાયન જીતેન્દ્રભાઈ ભાલોડિયા,ઝોન લાયન ચેરમેન પંકજ ચંદારાણા તરફથી પણ પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયાને નારી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.

લાયન્સ ક્લબ પોરબંદર નું બુલેટિન “દર્પણ” નું વિમોચન ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાના વરદ હસ્તે તેમજ હાજર રહેલ મહાનુભાવોની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ. આ દર્પણ બુલેટીનમાં લાયન્સ કલબ પોરબંદરની તમામ પ્રવૃત્તિઓ તેમજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, રીજીયન ચેરમેન,ઝોન ચેરમેનના આશીર્વચન સામેલ હતા.

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓ ડો (પ્રા.)રોહિણીબા જાડેજા વાઈસ પ્રિન્સિપાલ ગુરુકુળ મહિલા કોલેજ,ડો. પ્રીતિ બેન કોટેચા આચાર્ય મહારાણી રુપાળી બા કન્યા શાળા, કે. એન. અઘેરા -પોલીસ સબ ઇન્સ્પેક્ટર ,નીરજા અગ્રવાલ- પ્રિન્સિપાલ યાજ્ઞવલ્કય વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ, ગરિમા જૈન-સુરુચિ સ્કૂલ એકેડેમી એડવાઈઝર શેફ્રોન ગ્રુપ ઓફ પોરબંદર, ડો.હેતલબેન વાળા હોપ હોસ્પિટલ પોરબંદર, ડૉ. સીમા પોપટિયા અધિક્ષક ટીબી અને રક્તપિત હોસ્પિટલ,તથા સુનયના ડોગરા, પ્રિન્સિપાલ ચમ મેમોરિયલ સ્કૂલ,
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર રિદ્ધિ માખેચા ગોકાણી ને મોમેન્ટો નારી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
નવા આવેલ લાયન સભ્ય લાયન સપનાબેન દાવડાને પિન પહેરાવી શપથ વિધિ કરાવેલ. . .

જી એલ ટી ચેરમેન હાર્દિક મહેતા દ્વારા ભવ્ય રીતે સંપૂર્ણ ગુજરાતીમાં પ્રથમ વખત “લાયન્સ કબ ક્લબ”નું 45 સભ્યોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ જેમાં પ્રમુખ શ્લોક દત્તાણી,મંત્રી પાર્થી મોઢવાડીયા, ટ્રેઝરર તનીશી પંડ્યા, વંશિકા મલકાણ જોઈન્ટ સેક્રેટરી, આંશી હિંડોચા પબ્લીક રિલેશન ઓફિસરનું પિન પહેરાવી ભવ્ય સન્માન સાથે રચના કરવામાં આવેલ.
જેમાં 12થી 16 વર્ષ સુધીની ઉંમરના બાળકોમાં નેતૃત્વના ગુણ વિકસે તે માટે આ લાયન્સ કબની તદન નિ:શુલ્ક સ્થાપના કરવામાં આવેલ.

આ કાર્યક્રમ માં પોરબંદર શહેરની અન્ય સેવાભાવી સંસ્થાઓ ના હોદેદારો ને આમંત્રીત કરી વાઈસ પ્રેસિડેન્ટ લાયન કેતન હિંડોચા,લાયન કિસન મલકાણ સન્માનિત કરવામાં આવેલ.
ડિસ્ટ્રિક માંથી આવેલા તમામ નું સ્વાગત સેક્રેટરી લાયન અજય દત્તાણી, ટ્રેઝરર લાયન તુષાર પારેખ તથા જોઈન્ટ સેક્રેટરી ગોસ્વામી હરદત્તપુરી દ્વારા કરવામાં આવેલ. પરિચય ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને જિ એલ ટી નો પરિચય દુર્ગા બેન લાદીવાલા અને તુષાર પારેખ દ્વારા આપવામાં આવેલ… ખૂબ સુંદર સંચાલન રિદ્ધિ માખેચા
એ કરેલ,

અંતે સૌ મન ભાવન ભોજન કરેલ… શિવરાત્રી તેમજ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તેમજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232-J ઓફિસિયલી ક્લબ વિઝિટની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી ત્રિવેણી સંગમ ભવ્ય રહેલ
જય હિન્દ સાથે જય લાયન વાદ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!